Get The App

ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ બન્યો પિતા, સંજના ગણેશને આપ્યો પુત્રને જન્મ

સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરતા બુમરાહે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું

Updated: Sep 4th, 2023

GS TEAM


Google News
Google News
ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ બન્યો પિતા, સંજના ગણેશને આપ્યો પુત્રને જન્મ 1 - image
Image:Instagram

એશિયા કપ 2023માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય. બુમરાહ ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ પિતા બની ગયા છે. તેમની પત્ની અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેંટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ મુંબઈ આવ્યો હતો. તે ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે.

બુમરાહે અને સંજનાએ શું રાખ્યું પુત્રનું નામ

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સોશ્યલ મીડિયા પર પત્ની સંજના સાથે પુત્ર અને પોતાના હાથની એક ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરતા તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું હતું. બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે. બુમરાહે આ ફોટો શેર કરતા લખ્યું, ' અમારી નાનકડી ફેમિલી જરાંક મોટી થઇ ગઈ છે. અમે ખુબ જ ખુશ છીએ, આજે સવારે અમે અમારા પુત્રનો સ્વાગત કર્યો, અંગદ જસપ્રીત બુમરાહ. અમે સૌ ખુબ જ ખુશ છીએ.' 

Tags :