For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માહી ભાઈ તમારા માટે કંઈ પણ.... જાડેજાએ એવી તસવીર શૅર કરી કે ચેન્નઈ સહિત ગુજરાતના ચાહકોનું પણ દિલ જીતી લીધું

ચેન્નઈએ ફાઈનલ મેચમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું

મેચ જીત્યા બાદ ધોનીએ જાડેજાને ખોળામાં ઊંચક્યો

Updated: May 30th, 2023

Article Content Image
Image:Twitter

IPLની ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ચેન્નઈની ટીમને જીત અપાવી હતી. જાડેજાના શાનદાર પ્રદર્શનના આધારે ચેન્નઈએ ફાઈનલ મેચમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલ મેચ જીત્યા બાદ જાડેજાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ધોની માટે એક ખાસ સંદેશ પણ શેર કર્યો હતો. જાડેજાએ પોસ્ટ શેર કરીને લખ્યું, 'અમે આ માત્ર અને માત્ર ધોની માટે કર્યું છે, માહી ભાઈ તમારા માટે કઈ પણ', જાડેજાનો મેસેજ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જાડેજાએ શેર કરેલી ફોટોમાં તેની પત્ની પણ જોવા મળી રહી છે.

VIDEO:CSK ફેન્સ માટે ખુશીના સમાચાર, જુઓ ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ વિશે શું કહ્યું ધોનીએ?

જાડેજાના ટ્વિટ બાદ આવ્યા હતા સમાચાર

જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું, જેના પછી સોશ્યલ મીડિયા પર ધોની અને જાડેજા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું, તેવી વાતો થવા લાગી હતી. પરંતુ ફાઇનલમાં જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લા બોલે મેચ જીતાડીને ધોનીનું દિલ ફરી એકવાર જીતી લીધું હતું.

ધોનીએ પહેલીવાર કંઇક આવું કર્યું

મેચ જીત્યા બાદ ધોનીએ જાડેજાને પોતાના ખોળામાં ઊંચક્યો, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોનીએ મેચની ફાઈનલ બાદ પહેલીવાર આવું કંઈક કર્યું હતું. આ જ કારણ છે કે મેચ બાદ જાડેજાએ ધોનીને એક ખાસ સંદેશ લખીને આ IPL ટાઇટલ ટ્રીબ્યુટ કર્યું હતું.

Gujarat