Sports

ટીમ ઈન્ડિયાથી અલગ થયા રવીન્દ્ર જાડેજા સહિત કેટલાક ખેલાડી, ટેસ્ટના બીજા દિવસે શા માટે થયું આવું?

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરૂ થાય પહેલાં ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત કેટલાક ખેલાડીઓ ટીમથી અલગ થઈ ગયા હતા. મેચ શરૂ થવાના પહેલા તેઓ ટીમની બસથી નહીં એક કારથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેનાથી લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ સીરિઝના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 471 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. હવે ઈંગ્લેડ સામે બોલિંગ કરવા રવીન્દ્ર જાડેજા મેદાન પર ઉતરશે કે નહીં તે વચ્ચે અટકળો ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાથી અલગ થયા રવીન્દ્ર જાડેજા સહિત કેટલાક ખેલાડી, ટેસ્ટના બીજા દિવસે શા માટે થયું આવું?

Ravindra Jadeja Separated from Team India: ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચના બીજા દિવસની રમત શરૂ થાય તે પહેલાં ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત કેટલાક ખેલાડીઓ ટીમથી અલગ થયા હતા. મેચ શરૂ થવાના પહેલા તેઓ ટીમની બસથી નહીં એક કારથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેનાથી લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ સીરિઝના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 471 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. હવે ઈંગ્લેડ સામે બોલિંગ કરવા રવીન્દ્ર જાડેજા મેદાન પર ઉતરશે કે નહીં તે વચ્ચે અટકળો ચાલી રહી છે. 

પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને નીતીશ કુમાર રેડ્ડી એક કારથી સ્ટેડિયમ પહોંચ્યા. તેઓ ટીમ બસથી પહેલાં જ લીડ્સના મેદાનમાં પહોંચી ગયા હતા. જણાવી દઇએ કે નીતીશ રેડ્ડી આ ટેસ્ટ મેચમાં નથી રમી રહ્યો, પણ તેને બીજી ટેસ્ટ મેચોમાં રમવાની તક મળી શકે છે. જાડેજા પહોંચ્યા થોડીવાર બાદ ટીમ બસ પણ સ્ટેડિયમ પહોંચી ગઈ હતી.

ટેસ્ટના નંબર-1 ઑલરાઉન્ડર છે જાડેજા

રવીન્દ્ર જાડેજા હાલમાં ટેસ્ટ ક્રિકેટના નંબર-1 ઑલરાઉન્ડર છે. છેલ્લા 38 મહિનાઓથી તે ICCની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઑલરાઉન્ડર બનીને રહ્યો છે. તે 9 માર્ચ 2022થી ટોચના સ્થાને રહ્યો છે અને વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડીને તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ 80 ટેસ્ટ મેચની 118 ઇનિંગમાં 34.74ની એવરેજથી કુલ 3370 રન બનાવ્યા છે, જેમાં 4 શતક અને 22 અર્ધશતક સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો બેસ્ટ સ્કોર 175 રન છે. તેના નામે 323 વિકેટ પણ નોંધાઈ છે, જેમાં 15 વખત 5 વિકેટ અને 13 વખત 4 વિકેટ લેવાનો રેકોર્ડનો પણ સામેલ છે.