માત્ર 33 બોલમાં સદી ફટકારનારા સ્ટાર ખેલાડીની ODI ટીમમાં એન્ટ્રી પાક્કી? કોનું કપાશે પત્તું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ishan Kishan Likely to Return to ODI Team : નવેમ્બર અને ડિસેમ્બર મહિના ઈશાન કિશન માટે ખૂબ ખાસ રહ્યા. ઈશાન કિશનની આગેવાનીમાં ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બની. તે પછી ટી20 વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયામાં પણ ઈશાન કિશનની પસંદગી થઈ ગઈ. હવે અહેવાલ છે કે વનડે ટીમમાં પણ ઈશાન કિશનની વાપસી થઈ શકે છે.
પંતનું પત્તું કપાશે?
રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમની વનડે ટીમમાં ફેરબદલ થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે મેચોની સીરિઝમાંથી વિકેટકીપર રિષભ પંતનું પત્તું કપાઈ શકે છે. 11થી 18 જાન્યુઆરી વચ્ચે આ સીરિઝ રમાવવાની છે ત્યારે ફેરબદલ અંગે BCCI જાહેરાત કરી તેવી શક્યતા છે. એવામાં પંતની જગ્યાએ ઈશાન કિશનની ટીમમાં વાપસી થઈ શકે છે. આ સિવાય જિતેશ શર્મા અથવા સંજૂ સેમસનના નામ પર પણ વિચાર કરી શકાય છે. નોંધનીય છે કે ઈશાન કિશન છેલ્લે વર્ષ 2023માં ઓકટોબર મહિના ભારત તરફથી વનડે મેચ રમ્યો હતો.

33 જ બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ
ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. ફાઈનલ મેચમાં પણ સેન્ચુરી ફટકારી. આ સિવાય વિજય હઝારે ટ્રોફીમાં પણ ઈશાને કર્ણાટક વિરુદ્ધની મેચમાં માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. આ જ કારણ છે કે તેણે ભારતીય ટીમના સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.








