Get The App

IPLની શરુઆત ભાગેડુ બિઝનેસમેને કરી હતી, દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગનો જાણો ઇતિહાસ

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
IPLની શરુઆત ભાગેડુ બિઝનેસમેને કરી હતી, દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગનો જાણો ઇતિહાસ 1 - image


Image: Facebook

IPL 2025: બસ થોડા દિવસ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝનની શરુઆત થઈ જશે. IPLની આ 18મી સીઝનની શરુઆત 22 માર્ચે થશે જ્યારે ફાઇનલ મેચ 25 મે એ રમાશે. પહેલી મેચ ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB)ની વચ્ચે રમાશે.

IPL 2025 સીઝનમાં 10 ટીમોની વચ્ચે 65 દિવસોમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આઇપીએલનો ઇતિહાસ ખૂબ રોચક રહ્યો છે. તેની શરુઆત ભારતના ભાગેડુ બિઝનેસમેન લલિત મોદીએ કરી હતી.

લલિત મોદીએ નાખ્યો IPLનો પાયો

તે આઇપીએલના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ સમયે લલિત મોદી વાનુઆતુમાં છે. જ્યાંની તેમણે નાગરિકતા લીધી છે. ભારતમાં ઘણા મામલામાં વોન્ટેડ રહેલા લલિત મોદીએ પોતાની ભારતની નાગરિકતા ત્યાગી દીધી હતી. તેમણે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો અને વાનુઆતુની નાગરિકતા લઈ લીધી હતી.

જોકે લલિત મોદીની ખુશીઓ થોડા સમયની હોઈ શકે છે કેમ કે વાનુઆતુના વડાપ્રધાને જોથમ નાપતે પોતાના દેશના પાસપોર્ટ અધિકારીઓને લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. નાપતે કહ્યું છે કે વાનુઆતુ ક્યારેય ગુનેગારોને શરણ આપશે નહીં. આ નાગરિકતાવાળો અલગ મુદ્દો છે.

વર્ષ 2007માં જ્યારે ટી20 વર્લ્ડ કપના કારણે ભારતમાં ટી20 ક્રિકેટની લોકપ્રિયતા ખૂબ હતી. તે દરમિયાન લલિત મોદી ઇન્ડિયન પ્રીમિયર લીગને લોન્ચ કરવાની તૈયારીઓમાં લાગેલા હતા. લલિત મોદીએ એકલા જ આ આઇડિયાને BCCIની સામે રાખ્યો અને એકલા લોન્ચ પણ કર્યો.

2007માં જ્યારે IPLને લઈને જાહેરાત કરવામાં આવી તે પહેલા BCCIમાં લલિત મોદી વિરોધી જૂથના ઘણા એવા સભ્યો હતા જે ઇચ્છતા હતા કે આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે તેથી તેઓ આ પ્રકારના પ્રોજેક્ટનું સમર્થન જ કરતાં નહોતા.

આઇપીએલ શરુ કરવામાં આવી ઘણી મુશ્કેલીઓ

લલિત મોદી માટે સૌથી મોટી મુશ્કેલી હતી કે ફ્રેન્ચાઇઝીને કેવી રીતે મનાવવામાં આવે કેમ કે ત્યાં પૈસા આપીને માત્ર ટીમ જ મળી રહી હતી કોઈ પ્રોપર્ટી મળી રહી નહોતી. આ સિવાય ખેલાડીઓના વેચાણને લઈને પણ હોબાળો હતો કેમ કે ભારતમાં ઘણા ખેલાડીઓને ભગવાન માનવામાં આવતા હતા. દરમિયાન તેમનું વેચાણ કોઈને સમજાયું નહીં.

લલિત મોદીની અધ્યક્ષતામાં 2008 અને 2009ની આઇપીએલ બિલકુલ શ્રેષ્ઠ રહી અને સુપરહિટ સાબિત થઈ પરંતુ 2010 બાદથી બાબતો બદલાઈ ગઈ કેમ કે તે સમયે IPLમાં બે નવી ટીમોની એન્ટ્રી થઈ હતી. કોચ્ચી અને પૂણેની ટીમને IPLમાં લાવવામાં આવી, જેમાં કોચ્ચીની ટીમ જે રીતે ખરીદવામાં આવી અને ટેન્ડરમાં ભૂલો મળી તેને લઈને ખૂબ વિવાદ થયો હતો. 

આઇપીએલ 2010 બાદ લલિત મોદી પર તેમના પદનો ફાયદો ઉઠાવવા, ઓક્શનમાં ગડબડ, આઇપીએલથી જોડાયેલા ટેન્ડરમાં ગડબડના આરોપ લાગ્યા હતા. BCCIએ આંતરિક તપાસ બાદ લલિત મોદીને બોર્ડથી સસ્પેન્ડ કરી દીધા હતા, તેમને બીસીસીઆઇથી બેન પણ કરી દેવાયા હતા.

જ્યારે આઇપીએલમાં ગડબડની વાત સામે આવી હતી. તે બાદ EDએ તપાસ શરુ કરી હતી પરંતુ આ દરમિયાન લલિત મોદી ભારત છોડીને લંડન જતા રહ્યા હતા. તેમણે હવે વાનુઆતુની નાગરિકતા લઈ લીધી છે અને અત્યારે આ દેશમાં છે.

Tags :