Get The App

IPL 2023નો શેડ્યૂલ જારી, પહેલી મેચ ગુજરાતની, જુઓ કોની સામે કોણ ટકરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL-2023નું શેડ્યૂલ જાહેર કર્યું

આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે, ટાઈટલ મેચ 21 મેએ રમાશે

Updated: Feb 17th, 2023

GS TEAM

Google News
Google News
IPL 2023નો શેડ્યૂલ જારી, પહેલી મેચ ગુજરાતની, જુઓ કોની સામે કોણ ટકરાશે 1 - image
Image - iplt20

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

BCCI ક્રિકેટના ચાહકો માટે ખુશખબરી લઈને આવી છે. બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL-2023)નું શેડ્યૂલ જારી કર્યું છે. શેડ્યૂલ મુજબ 31 માર્ચથી IPL-2023ની ધમાલ જોવા મળશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 21મી મેના રોજ રમાશે. આ વખતે આઈપીએલની ઓપનિંગ મેચમાં હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT)ની મેચ જોવા મળશે. ગુજરાતની ટીમનો મુકાબલો ધોનીની કપ્તાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે.

IPLની પ્રથમ મેચમાં ટકરાશે પંડ્યા-ધોનીની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆતની મેચમાં ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. સ્પર્ધાના બીજા દિવસે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. 2 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઈન્ડિયન્સ સાથે હાઈ-પ્રોફાઈલ મુકાબલામાં ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને 2022માં IPL ટાઇટલ જીત્યું હતું.

IPL 2023ની પ્રથમ 5 મેચો પર એક નજર

  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ - 31મી માર્ચ
  • પંજાબ કિંગ્સ વિ. કોલકાતા નાઈટ રાઈડ્સ - 1લી એપ્રિલ
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ. દિલ્હી કેપિટલ્સ - 1લી એપ્રિલ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ - 2જી એપ્રિલ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. મુંબઈ ઈન્ડિયન્સ - 2જી એપ્રિલ

બે ગ્રુપમાં ટીમો

  • ગ્રુપ-A : મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ
  • ગ્રુપ-B : ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ

IPL 2023નો શેડ્યૂલ જારી, પહેલી મેચ ગુજરાતની, જુઓ કોની સામે કોણ ટકરાશે 2 - image

Tags :