Get The App

IPL 2026ના ક્વોલિફાયર-1માં RCBનો ઈતિહાસ, પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર જડી દીધો, રજત પાટીદાર રણક્યો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026ના ક્વોલિફાયર-1માં RCBનો ઈતિહાસ, પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર જડી દીધો, રજત પાટીદાર રણક્યો 1 - image


Highest Total In An IPL knockouts: IPL 2026ના ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈતિહાસ રચી દીધો છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ધર્મશાલામાં રમાયેલા પહેલા ક્વોલિફાયરમાં RCB એ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી દીધા. IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં આ સૌથી મોટો સ્કોર છે. હવે ગુજરાત ટાઈટન્સને આ મેચ જીતવા માટે 255 રન બનાવવા પડશે. RCBના કેપ્ટન રજત પાટીદારે માત્ર 33 બોલમાં 93 રનની તોફાની ઈનિંગ રમી. જ્યારે વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રન બનાવ્યા.

IPL નોકઆઉટ્સ/પ્લેઓફ્સમાં સૌથી મોટો સ્કોર

254/5 - RCB vs GT (ધર્મશાલા, 2026) *

233/3 - GT vs MI (અમદાવાદ, 2023)

228/5 - MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025)

226/6 - PBKS vs CSK (વાનખેડે, 2014)

222/5 - CSK vs DC (ચેન્નઈ, 2012)

RCB માટે સૌથી મોટા સ્કોર

263/5 vs PWI (બેંગલુરુ, 2013)

262/7 vs SRH (બેંગલુરુ, 2024)

254/5 vs PBKS (ધર્મશાલા, 2026) *

250/3 vs CSK (બેંગલુરુ, 2026)

248/3 vs GL (બેંગલુરુ, 2016)

રજત પાટીદારનો IPL પ્લેઓફ્સમાં રેકોર્ડ:

112(54)* vs LSG (એલિમિનેટર, 2022)

58(42) vs RR (ક્વોલિફાયર 2, 2022)

34(22) vs RR (એલિમિનેટર, 2024)

15(8)* vs PBKS (ક્વોલિફાયર 1, 2025)

26(16) vs PBKS (ફાઇનલ, 2025)

93(33)* vs GT (ક્વોલિફાયર 1, 2026)

IPL નોકઆઉટ્સ/પ્લેઓફ્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી

38 - RCB vs GT (ધર્મશાલા, 2026) *

33 - CSK vs DC (ચેન્નઈ, 2012)

32 - PBKS vs CSK (વાનખેડે, 2014)

31 - GT vs MI (અમદાવાદ, 2023)

31 - MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025)

IPL 2026માં GT માટે સૌથી વધુ વિકેટ

26 - રબાડા

19 - રાશિદ

17 - સિરાજ

15 - હોલ્ડર

15 - પ્રસિદ્ધ

આ પણ વાંચો: RCBvsGT: બેંગલુરુએ ગુજરાતને જીતવા માટે આપ્યો 255 રનનો ટાર્ગેટ, રજત પાટીદાર સદી ચુક્યો

બંને ટીમોની પ્લેઈંગ-11

RCBની પ્લેઇંગ-11: વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રસિક સલામ ડાર.

GTની પ્લેઇંગ-11: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.