Sports

5 ખેલાડીઓ જેમને ખરીદીને પસ્તાઈ રહી હશે IPLની ટીમો! આ તો પૈસાના વેડફાટ સમાન...

By GS TEAM
18 Dec 20253 mins read
TukuTouch Logo
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે દુબઈમાં યોજાયેલી મિની ઓક્શનમાં કેટલીક ટીમોએ ખૂબ જ સમજદારીપૂર્વક ખેલાડીઓની ખરીદી કરી છે. ઉદાહરણ તરીકે, દિલ્હી કેપિટલ્સે ડેવિડ મિલર જેવા દિગ્ગજને માત્ર 2 કરોડની બેઝ પ્રાઈસમાં મેળવીને માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જોકે, બીજી તરફ કેટલીક એવી ખરીદીઓ પણ થઈ છે જેણે ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. આકાશ ચોપરા અને ઈરફાન પઠાણ જેવા પૂર્વ ક્રિકેટરોએ પણ કેટલીક ટીમોની વ્યૂહરચના પર સવાલો ઊઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 ખેલાડીઓ જેમને ખરીદીને પસ્તાઈ રહી હશે IPLની ટીમો! આ તો પૈસાના વેડફાટ સમાન...

IPL Auction 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે દુબઈમાં યોજાયેલી મિની ઓક્શનમાં કેટલીક ટીમોએ ખૂબ જ સમજદારીપૂર્વક ખેલાડીઓની ખરીદી કરી છે. ઉદાહરણ તરીકે, દિલ્હી કેપિટલ્સે ડેવિડ મિલર જેવા દિગ્ગજને માત્ર 2 કરોડની બેઝ પ્રાઈસમાં મેળવીને માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જોકે, બીજી તરફ કેટલીક એવી ખરીદીઓ પણ થઈ છે જેણે ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. આકાશ ચોપરા અને ઈરફાન પઠાણ જેવા પૂર્વ ક્રિકેટરોએ પણ કેટલીક ટીમોની વ્યૂહરચના પર સવાલો ઊઠાવ્યા છે.

આ પણ વાંચો: ભારતીય ટીમને ઝટકો, સ્ટાર ખેલાડી ફરી ઈન્જર્ડ, SA સામેની T20 શ્રેણીની બાકીની મેચથી બહાર

એવા 5 ખેલાડીઓ છે જેમના પર થયેલો ખર્ચ ટીમો માટે 'પૈસાનો વેડફાટ' સાબિત થઈ શકે છે


•લિયામ લિવિંગસ્ટોન (હૈદરાબાદ – 13 કરોડ રૂપિયા)

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને હૈદરાબાદે 13 કરોડની માતબર રકમમાં ખરીદ્યો છે. તે પાવર-હિટર તરીકે જાણીતો છે, પરંતુ તેનું પ્રદર્શન અત્યંત અસાતત્યપૂર્ણ રહ્યું છે. તેની બોલિંગમાં હવે પહેલા જેવો પ્રભાવ રહ્યો નથી. હૈદરાબાદ પાસે પહેલેથી જ તેના જેવા ઘણાં વિકલ્પો છે, છતાં 13 કરોડ રૂપિયા ખર્ચવા તે જોખમી સાબિત થઈ શકે છે.


•મુસ્તિફઝુર રહેમાન (KKR – 9.20 કરોડ રૂપિયા)

બાંગ્લાદેશી ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તિફઝુર રહેમાન માટે કેકેઆર દ્વારા ચૂકવવામાં આવેલી 9.20 કરોડ રૂપિયાની કિંમત ઘણી વધારે માનવામાં આવે છે. તે હવે બેટિંગ ફ્રેન્ડલી પિચો પર રન રોકવામાં નિષ્ફળ રહે છે. ડેથ ઓવરોમાં પણ તેનો ઈકોનોમી રેટ ચિંતાનો વિષય છે. પ્લેઈંગ ઈલેવનમાં તે ફિટ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.


•વેંકટેશ ઐયર (RCB – 7 કરોડ  રૂપિયા)

ભારતીય ખેલાડી વેંકટેશ ઐયરને 7 કરોડ રૂપિયામાં ખરીદવાનો આરસીબીનો નિર્ણય ઘણાને ગળે ઉતરી રહ્યો નથી. આરસીબી પાસે પહેલેથી જ મજબૂત ટોપ ઓર્ડર છે. વેંકટેશ હવે બોલિંગમાં ખાસ યોગદાન આપી શકતો નથી અને બેટર તરીકે તેનો સ્ટ્રાઈક રેટ પણ કિંમત મુજબ સાધારણ રહ્યો છે. તેના જેવી જ ક્ષમતા ધરાવતા અનકેપ્ડ ખેલાડીઓ 1-3 કરોડમાં ઉપલબ્ધ હતા.


•એડમ મિલને (રાજસ્થાન રોયલ્સ – 2.40 કરોડ રૂપિયા)

રાજસ્થાન રોયલ્સ પાસે વિદેશી ખેલાડીનો માત્ર એક જ સ્લોટ ખાલી હતો, જેમાં તેમણે ન્યૂઝીલેન્ડના એડમ મિલનેને પસંદ કર્યો. મિલનેનો ઈજાઓનો જૂનો ઈતિહાસ છે અને તે ભાગ્યે જ આખી ટૂર્નામેન્ટ રમી શકે છે. તેની બોલિંગમાં વિવિધતાનો અભાવ છે અને તે મોંઘો સાબિત થાય છે. એક જ સ્લોટ હોવા છતાં તેને શા માટે લેવામાં આવ્યો તે રહસ્ય છે.


•ટોમ બેન્ટન (ગુજરાત ટાઇટન્સ – 2 કરોડ રૂપિયા)

ગુજરાત ટાઇટન્સે ઇંગ્લેન્ડના ટોમ બેન્ટન પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ આ સોદો જોખમી લાગે છે.  બેન્ટન અગાઉની આઈપીએલ સીઝનોમાં નિષ્ફળ રહ્યો છે અને ખાસ કરીને સ્પિનરો સામે તે સંઘર્ષ કરતો જોવા મળે છે. ભલે કિંમત 2 કરોડ છે, પણ જો તે પ્રદર્શન ન કરી શકે તો ગુજરાત માટે એક મહત્વનો સ્લોટ વેડફાઈ જશે.

આ ખરીદીઓ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે. શું આ ખેલાડીઓ પોતાની પ્રાઈસ ટેગ મુજબ પ્રદર્શન કરી શકશે? કે પછી આ ટીમોની રણનીતિ મેદાન પર ઉંધી પડશે? તે તો આવનારી આઈપીએલ સીઝન જ કહેશે.