Get The App

IPLમાં ગુજરાતનાં ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
IPLમાં ગુજરાતનાં ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa 1 - image


Urvil Patel Fastest IPL Fifty: આઈપીએલ 2026 માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું તોફાન જોવા મળ્યું હતું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉર્વિલ પટેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ઉર્વિલે આ મેચમાં માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારી હતી. 

યશસ્વી જાયસ્વાલના રેકોર્ડની બરાબરી

ઉર્વિલ પટેલ હવે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે યશસ્વી જાયસ્વાલના તે રેકોર્ડની બરાબરી કરી છે, જે જાયસ્વાલે 11 મે 2023 ના રોજ કોલકાતામાં KKR વિરુદ્ધ 13 બોલમાં બનાવ્યો હતો.

ભાવુક ઉજવણી: "This is for you, Papa"

પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ ઉર્વિલ પટેલે એક ચિઠ્ઠી કાઢીને ભાવુક ઉજવણી કરી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું, “This is for you, Papa.” “સધી, જોગણી, ચેહર, ગોગા અને સિકોતર માતાજીના આશીર્વાદ”

IPL ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી:

ઉર્વિલ પટેલ (CSK): 13 બોલ (2026 વિ. LSG)

યશસ્વી જાયસ્વાલ (RR): 13 બોલ (2023 વિ. KKR)

કે.એલ. રાહુલ (PBKS): 14 બોલ (2018 વિ. DC)

પેટ કમિન્સ (KKR): 14 બોલ (2022 વિ. MI)

રોમારિયો શેફર્ડ (RCB): 14 બોલ (2025 વિ. CSK)

IPLમાં ગુજરાતનાં ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa 2 - image

આ પણ વાંચો : કેરલમમાં કોંગ્રેસની જીત છતાં જંગ! CM પદ માટે ત્રણ નેતા ‘અડગ’, જાણો રાહુલ ગાંધી કેમ ભડક્યા?

માત્ર ચોગ્ગા-છગ્ગામાં જ કરી વાત

ઉર્વિલ પટેલે આ મેચમાં કુલ 23 બોલ રમીને 65 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકાર્યા હતા. ઉર્વિલે પોતાની ઈનિંગમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના 65 રનમાંથી 56 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ આવ્યા હતા.

CSK માટે પ્લેઓફની આશા જીવંત

પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની હતી. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને 204 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી અને CSK નું કામ સરળ કરી દીધું હતું.