Shubman Gill Injury Update : ગુજરાત ટાઈટન્સનો સુકાની શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાના કારણે IPL-2026માંથી બહાર છે, જેના કારણે તેના ચાહકોની ચિંતા વધી ગઈ છે. ઈજાના કારણે ગિલ ચોથી એપ્રિલે રાજસ્થાન રૉયલ સામેની મેચમાં મેદાનમાં આવી શક્યો ન હતો અને તેના સ્થાને રાશિદ ખાને સુકાનીની ભૂમિકા નિભાવી હતી. જોકે હવે ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે ગિલની ઈજા અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે.
ગિલને સ્નાયુઓમાં સમસ્યા
રાજસ્થાન સામેની મેચમાં ટોસ વખતે રાશિદ ખાને ગિલ ન રમવાનો હોવાની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, ગિલને સ્નાયુઓમાં ખેંચાણ થતું હોવાથી તે રમવા માટે ફિટ નહોતો. જોકે ગિલ વહેલી તકે મેદાનમાં ઉતરશે તેવી ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે આશા વ્યક્ત કરી છે.
ગિલ પરત ફરવાની આશા : પાર્થિવ પટેલ
IPL-2026માં ગુજરાત ટાઈટન્સની આગામી મેચ દિલ્હી કેપિલ્સ સામે 8 એપ્રિલે રમાશે. જોકે પ્રશ્ન એ છે કે, શું આ મેચમાં ગિલ રમશે કે પછી વધુ સમય લાગશે? આ મુદ્દે પાર્થિવે અપડેટ આપ્યું છે, પરંતુ તેણે માત્ર ગિલ મેદાન પર પરત ફરવાની આશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી શુભમન સ્નાયુઓની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અમને આશ છે કે, તે આગામી મેચમાં રમવા માટે તૈયાર હશે. વધુ ચિંતાજનક કોઈ વાત લાગતી નથી. શુભમન ગિલ ક્યારે સાજો થઈને મેદાન પર પરત આવશે, તેનો જવાબ હાલ કોઈ પાસે નથી. ગુજરાત ટાઈટન્સ તે મેદાન પર પરત આવવાની આશા રાખી રહ્યું છે.
આ પણ વાંચો : છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો


