Get The App

IPL 2026: આઈપીએલના પહેલા તબક્કાનું શેડ્યુલ જાહેર, RCB અને SRH વચ્ચે પહેલો મુકાબલો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: આઈપીએલના પહેલા તબક્કાનું શેડ્યુલ જાહેર, RCB અને SRH વચ્ચે પહેલો મુકાબલો 1 - image



IPL Schedule Date Time Table: ICC T20 વર્લ્ડ વર્લ્ડ કપ 2026નું સમાપન ભારતની જીત સાથે થઈ ચૂક્યું છે. હવે દુનિયાની લોકપ્રિય લીગ આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. જેની 19મી સિઝન 28મી માર્ચ 2026થી શરૂ થશે. ત્યારે આઈપીએલના પહેલા તબક્કાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. RCB વિરૂદ્ધ હૈદરાબાદ મેચથી સિઝનની શરૂઆત થશે.

RCB અને SRH વચ્ચે બેંગલુરુમાં રમાશે પ્રથમ મેચ

T20 વિશ્વ કપના રોમાંચ બાદ હવે ક્રિકેટ પ્રેમીઓ માટે આઈપીએલનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. આઈપીએલ 2026 ની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ ઓપનિંગ ફિક્સ્ચર ફેન્સની ફેવરિટ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે યોજાવાનું નક્કી થયું છે. આ મેચ 28 માર્ચ, 2026 ના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

આઈપીએલ 2026 - પહેલા તબક્કાનો કાર્યક્રમ

મેચટીમ 1ટીમ 2જગ્યાતારીખ
1RCBSRHબેંગલુરુ28 માર્ચ
2MIKKRમુંબઈ29 માર્ચ
3RRCSKગુવાહાટી30 માર્ચ
4PBKSGTન્યુ ચંદીગઢ31 માર્ચ
5LSGDCલખનઉ1 એપ્રિલ
6KKRSRHકોલકાતા2 એપ્રિલ
7CSKPBKSચેન્નઈ3 એપ્રિલ
8DCMIદિલ્હી4 એપ્રિલ
9GTRRઅમદાવાદ4 એપ્રિલ
10SRHLSGહૈદરાબાદ5 એપ્રિલ
11RCBCSKબેંગલુરૂ5 એપ્રિલ
12KKRPBKSકોલકાતા6 એપ્રિલ
13RRMIગુવાહાટી7 એપ્રિલ
14DCGTદિલ્હી8 એપ્રિલ
15KKRLSGકોલકાતા9 એપ્રિલ
16RRRCBગુવાહાટી10 એપ્રિલ
17PBKSSRHન્યુ ચંદીગઢ11 એપ્રિલ
18CSKDCચેન્નઈ11 એપ્રિલ
19LSGGTલખનઉ12 એપ્રિલ
20MIRCBમુંબઈ12 એપ્રિલ

IPL 2026 પહેલા 'કિંગ' કોહલી તૈયાર, RCBએ વીડિયો પોસ્ટ કર્યો, ફેન્સમાં ભારે ઉત્સાહ

IPL 2026ની શરૂઆત પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) એ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આરસીબીએ એક વીડિયો શેર કરતા લખ્યું કે, 'રન મશીન સંપૂર્ણ રીતે તૈયાર છે, ચાલો આઈપીએલ 2026 શરૂ કરીએ.' ટીમના આ આત્મવિશ્વાસભર્યા મેસેજથી સ્પષ્ટ સંકેત મળે છે કે ફ્રેન્ચાઈઝી આગામી સીઝન માટે સજ્જ છે.

આરસીબીનું 'રન મશીન' તૈયાર