Get The App

રાજસ્થાન રોયલ્સ મુસીબતમાં, IPL 2026 અગાઉ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, ટુર્નામેન્ટ રમવા સામે શંકા!

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
Sam Curran injury IPL 2026


(IMAGE - IANS)

Sam Curran injury IPL 2026: IPL 2026ની શરૂઆત પહેલા જ રાજસ્થાન રોયલ્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડનો આ ખેલાડી ગ્રોઈન ઇન્જરીના કારણે આ સીઝન રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ફટકો છે કારણ કે આ વર્ષે જ ફ્રેન્ચાઇઝીએ સંજુ સેમસનના બદલામાં રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. કરન છેલ્લીવાર 5 માર્ચના રોજ ભારત સામે T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં રમતો જોવા મળ્યો હતો.

સેમ કરનની IPL સફર અને રિપ્લેસમેન્ટની ચર્ચા

સેમ કરન પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) પછી તેમની ત્રીજી ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કરવાનો હતો. કરને 2019માં પંજાબ સાથે આ લીગની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તે CSK માટે પણ રમ્યો હતો. 2023માં તે 18.5 કરોડ રૂપિયાની માતબર રકમ સાથે IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. 2025માં CSKએ તેને ફરી 2.4 કરોડમાં ખરીદ્યો હતો, જે બાદ તે ટ્રેડ થઈને રાજસ્થાનમાં આવ્યો હતો. જોકે, હવે ઈજાને કારણે રાજસ્થાન રોયલ્સે તેના વિકલ્પની શોધ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: હું સ્પેશિયલ ચેઝ માટે તૈયાર છું..., IPL 2026 પહેલા વિરોધી ટીમોને કિંગ કોહલીની ચેતવણી

ટ્રેડ બાદ ડેબ્યૂ પહેલા જ રાજસ્થાનને ઝટકો

હાલમાં રાજસ્થાન રોયલ્સે કરનના સ્થાને કયા ખેલાડીનો સમાવેશ કરવો તે અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટ કેટલાક નામો પર વિચાર કરી રહ્યું છે. ટીમ પાસે રવીન્દ્ર જાડેજા ઉપરાંત ડૉનોવન ફરેરાના રૂપમાં અન્ય એક ઓલરાઉન્ડર છે, જે પાવર-હિટિંગની સાથે ઓફ-સ્પિન બોલિંગ પણ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાન રોયલ્સ આ ટૂર્નામેન્ટમાં સેમ કરનની ખોટ કેવી રીતે પૂરી કરે છે.

રાજસ્થાન રોયલ્સ મુસીબતમાં, IPL 2026 અગાઉ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, ટુર્નામેન્ટ રમવા સામે શંકા! 2 - image