Get The App

IPL 2026: રાજસ્થાન રોયલ્સમાં જતાં જ રવીન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: રાજસ્થાન રોયલ્સમાં જતાં જ રવીન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી 1 - image


Rajasthan Royals vs Lucknow Super Giants: આઈપીએલ 2026ની 19મી સીઝનમાં રવીન્દ્ર જાડેજાનો જાદુ માથે ચડીને બોલી રહ્યો છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથ છોડીને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલા જાડેજાએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલા મુકાબલામાં તરખાટ મચાવ્યો છે. જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે રાજસ્થાન રોયલ્સે લખનૌને તેના જ ઘર ઇકાના સ્ટેડિયમમાં 40 રને પરાજય આપ્યો હતો.

ઓલરાઉન્ડ પ્રદર્શનથી જીત્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે રવીન્દ્ર જાડેજાએ 29 બોલમાં 43 રનની જવાબદારીપૂર્વકની ઈનિંગ રમી હતી. ત્યારબાદ બોલિંગમાં પણ કમાલ કરતા 4 ઓવરમાં માત્ર 29 રન આપી 1 મહત્વની વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ જાડેજાએ પોતાના પત્ની અને હાલ ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને અર્પણ કર્યો હતો. 

આ પણ વાંચો : ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી

75 મેચ બાદ CSK સિવાયની ટીમ માટે એવોર્ડ

જાડેજા માટે આ એવોર્ડ ખૂબ જ ખાસ છે. તેના આઈપીએલ કરિયરનો આ 17મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. નવાઈની વાત એ છે કે 75 મેચો બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાયની કોઈ ટીમ માટે આ એવોર્ડ જીત્યો હોય. અગાઉના તમામ 16 એવોર્ડ તેણે CSK માટે રમતા જીત્યા હતા.

ધોની અને કોહલીના રેકોર્ડની નજીક

સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં હવે જાડેજા દિગ્ગજોની હરોળમાં આવી ગયો છે. આઈપીએલના ઈતિહાસમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો એબી ડી વિલિયર્સ 25 એવોર્ડ સાથે ટોપ પર છે, જ્યારે ક્રિસ ગેલ 22 એવોર્ડ સાથે બીજા ક્રમે છે.