Get The App

IPL 2026 અગાઉ રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ પદ છોડ્યું

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
Rajasthan Royals CEO Jake Lush Mccrum Resign


Rajasthan Royals CEO Jake Lush Mccrum Resign: IPL 2026ની સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો પહેલા જ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે રાજસ્થાન રોયલ્સના સીઈઓ જેક લશ મેક્રમએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેઓ હવે ટીમથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે.

જેક લશ મેક્રમ 2021માં રાજસ્થાન રોયલ્સના સીઈઓ બન્યા હતા 

ઇંગ્લૅન્ડમાં જન્મેલા મેક્રમે સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા રોયલ્સ ઓપરેશન્સમાં અનેક પદો પર કામ કર્યું હતું. તેમણે રાજસ્થાનથી અલગ થવાની જાણકારી કેટલાક સાથી ફ્રેન્ચાઇઝી અને ઇન્ડસ્ટ્રીના મિત્રોને ફોન કરીને આપી હતી. ઉલ્લેખનીય છે કે જેક લશ મેક્રમને 1 જુલાઈ, 2021ના રોજ સીઈઓ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ સીઓઓ (COO) તરીકે ટીમ સાથે જોડાયેલા હતા.

2018થી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા હતા જેક લશ મેક્રમ

જેક વર્ષ 2018થી રાજસ્થાન રોયલ્સ સાથે છે, તેમણે ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવામાં અને ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં ભાગીદારીની દેખરેખ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને બિઝનેસના ડિજિટલ પરિવર્તનમાં વિશેષ સફળતા મળી છે. જેકે પોતાના કાર્યકાળ દરમિયાન એક વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ ટીમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું જેથી તેઓ અને બોર્ડે જે વ્યાપક દૃષ્ટિકોણ નક્કી કર્યો હતો તેને અમલમાં મૂકી શકાય.

થોડા દિવસ પહેલા રાહુલ દ્રવિડ પણ રાજસ્થાન રોયલ્સથી અલગ થયા હતા

30 ઑગસ્ટે, રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી કે હેડ કોચ રાહુલ દ્રવિડ IPL 2026 પહેલા પોતાનો કાર્યકાળ સમાપ્ત કરશે. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું કે દ્રવિડે ટીમના મૂલ્યો અને સંસ્કૃતિ પર અમીટ છાપ છોડી છે. તેમને એક મોટું પદ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકાર્યું ન હતું. રાજસ્થાન રોયલ્સે તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

IPL 2026 અગાઉ રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો, રાહુલ દ્રવિડ બાદ CEOએ પદ છોડ્યું 2 - image

Tags :