IPL Fastes Fifty Record-2026, Priyansh Arya : આઈપીએલ-2026માં આજે (19 એપ્રિલ) પંજાબ કિંગ્સના ઓપનર બેટર પ્રિયાંશ આર્યાએ લખનઉ સામે તોફાની બેટિંગ કરતા માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી દીધી છે. પ્રિયાંશે 37 બોલમાં 251.35ના સ્ટ્રાઈક રેટથી 93 રન બનાવ્યા હતા, જેમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે પ્રિયાંશે વૈભવ સૂર્યવંશીના રેકોર્ડની બરાબરી કરવાની સાથે ચાર બેટરોના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે.
પ્રિયાંશ આર્યાએ અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા
IPLમાં 20થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં પ્રિયાંશ હવે વૈભવ સૂર્યવંશી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવી ગયો છે. પ્રિયાંશે IPL-2026માં ત્રીજી વખત આ કારનામું કર્યું છે. આ સાથે તેણે રજત પાટીદાર, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, જેમણે 2-2 વખત આ રેકોર્ડ નોંધાવ્યા છે. આ યાદીમાં અભિષેક શર્મા 6 વખત આવી સદી ફટકારીને પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચો : IPL 2026: વરુણ ચક્રવર્તીનો ડબલ ધમાકો, T20 કરિયરમાં 200 વિકેટ પૂર્ણ કરી રચ્યો ઈતિહાસ
20થી ઓછા બોલમાં સૌથી વધુ અડધી સદી ભારતીય બેટર
- અભિષેક શર્મા - 6 વખત
- પ્રિયાંશ આર્યા - 3 વખત
- વૈભવ સૂર્યવંશી - 3 વખત
- રજત પાટીદાર - 2 વખત
- યશસ્વી જયસ્વાલ - 2 વખત
- ઈશાન કિશન - 2 વખત
- કેએલ રાહુલ - 2 વખત
બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી
પ્રિયાંશ આર્યાએ લખનઉ સામે બીજી વિકેટ માટે કૂપર કોનોલી સાથે મળીને માત્ર 80 બોલમાં 182 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. કૂપર કોનોલીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 46 બોલમાં 87 રન ફટકાર્યા હતા, જેમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. કોનોલીનો સ્ટ્રાઈક રેટ 189.13 રહ્યો હતો.
આ પણ વાંચો : IPL 2026માં KKRની પહેલી જીત, RRને 4 વિકેટે હરાવ્યું, રિન્કુ સિંહે ફટકારી ફિફ્ટી


