Get The App

VIDEO: પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો, જુઓ રવિ શાસ્ત્રીએ શું કહ્યું

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો, જુઓ રવિ શાસ્ત્રીએ શું કહ્યું 1 - image

Priyansh Arya Punched By Preity Zinta: શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સે ગઇકાલે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે છ વિકેટે જીત મેળવીને ઇતિહાસ રચી દીધો. PBKSએ 265 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો, જે માત્ર IPL જ નહીં પરંતુ T20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે.

PBKS ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા

પ્રભસિમરન સિંહ (26 બોલમાં 76 રન) અને પ્રિયાંશ આર્યએ (17 બોલમાં 43 રન) ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચ પૂરી કરી હતી. પંજાબે આ ટાર્ગેટ 7 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ ઐતિહાસિક જીત બાદ ટીમમાં ખુશીનો માહોલ હતો. ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા મેદાન પર આવી હતી અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રીતિ ઝિન્ટાએ આર્યને પંચ માર્યો

પ્રિયાંશ આર્ય સાથેની વાતચીત દરમિયાન પ્રીતિએ તેને મજાકમાં હળવો પંચ માર્યો હતો. આ અંગે કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'ઓહ, આ તો સારો પંચ હતો.' આ જીત સાથે પંજાબ કિંગ્સ IPL 2026માં અત્યાર સુધી અજેય રહી છે.

કેએલ રાહુલે શાનદાર 152* રન બનાવ્યા હતા

મેચની વાત કરીએ તો, કેએલ રાહુલે શાનદાર 152* રન બનાવીને દિલ્હી કેપિટલ્સને 264/2 ના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેણે 67 બોલમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી આ ઇનિંગ રમી હતી. IPL ઇતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો આ સૌથી મોટો સ્કોર છે.

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

નીતિશ રાણાએ પણ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેણે રાહુલ સાથે બીજી વિકેટ માટે 95 બોલમાં 220 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ ઇનિંગ બાદ દિલ્હી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું, પરંતુ પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શનક કરતાં દિલ્હીના બોલરોને ધોઈ કાઢ્યા હતા. પ્રભસિમરન અને પ્રિયાંશએ માત્ર 6.5 ઓવરમાં 126 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ અય્યરે તે શરૂઆતનો ફાયદો ઉઠાવીને ટીમને સરળતાથી જીત અપાવી હતી.