Get The App

રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી 1 - image


IPL 2026 Retention Players List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા મીની-પ્લેયરની હરાજી થશે. આ હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ પહેલા તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરવાની હતી, જેની અંતિમ તારીખ 15 નવેમ્બર હતી. ત્યારે હાલ, તમામ ટીમે પોતાના રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે.

1. ચેન્નાઈ સુપર કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ 11 ખેલાડીઓને રિલીઝ કર્યા. જેમાં ચાર વિદેશી ખેલાડીઓ રચિન રવિન્દ્ર, ડેવોન કોન્વે, મથીશા પથિરાના અને સેમ કરન (રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ) નો સમાવેશ થાય છે. વંશ બેદી, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, શેખ રશીદ, સી આન્દ્રે સિદ્ધાર્થ, કમલેશ નાગરકોટી અને વિજય શંકરને પણ બહાર કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ડેવાલ્ડ બ્રેવિસ ટીમમાં યથાવત્ રહ્યા છે. ગુરજપનીત સિંહ પણ ટીમનો ભાગ છે.

2. કોલકાતા નાઈટ રાઇડર્સેના રિલીઝ થયેલા ખેલાડીઓ

કોલકાતા નાઈટ રાઇડર્સે વેંકટેશ ઐયર (23.75 કરોડ રૂપિયા), આન્દ્રે રસેલ (12 કરોડ રૂપિયા), ક્વિન્ટન ડી કોક (3.2 કરોડ રૂપિયા), મોઈન અલી (2 કરોડ રૂપિયા) અને એનરિક નોર્કિયા (6.5 કરોડ રૂપિયા) જેવા સ્ટાર્સને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

3. મુંબઈ ઈન્ડિયન્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિદેશી ખેલાડી લિઝાદ વિલિયમ્સ, મુઝીબ ઉર રહેમાન, બેવોન જેકબ્સ અને રીસ ટોપ્લીને બહાર કર્યા છે. ડાબોડી સ્પિનર ​​વિઘ્નેશ પુથુર અને ઝડપી બોલર વી સત્યનારાયણ રાજુ પણ હવે ટીમનો ભાગ નથી. મુંબઈએ અર્જુન તેંડુલકરને LSGને ટ્રેડ કરી દીધો હતો.

4. રાજસ્થાન રોયલ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા 16.05 કરોડ રૂપિયા પર્સમાં નાખ્યા. રવિન્દ્ર જાડેજાના આગમનથી કેપ્ટનશીપની રેસ રસપ્રદ બની છે. રોયલ્સે વિદેશી સ્ટાર ફઝલહક ફારૂકી, વાનિન્દુ હસારંગા અને મહીષ તીક્ષ્ણાને રિલીઝ કર્યા છે. ભારતીયોમાં આકાશ મધવાલ, અશોક શર્મા, કુણાલ રાઠોડ અને કુમાર કાર્તિકેયને પણ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે.

5. પંજાબ કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

પંજાબ કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓમાં જોશ ઇંગ્લિસ, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન અને પ્રવીણ દુબે સામેલ છે.

6. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રિલીઝ થયેલા ખેલાડીઓ

આરસીબીના રિલીઝ થયેલા ખેલાડીઓમાં સ્વાસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સેફર્ટ, લિયામ લિવિંગસ્ટોન, મનોજ ભંડાગે, લુંગી નગિદી, બ્લેસિંગ મુઝરબાની અને મોહિત રાઠી સામેલ છે.

7. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ

SRHના રિલીઝ થયેલા ખેલાડીઓમાં અભિનવ મનોહર, અથર્વ તાઈડે, સચિન બેબી, મોહમ્મદ શમી, વિઆન મુલ્ડર, સિમરજીત સિંહ, રાહુલ ચહર અને એડમ ઝમ્પા સામેલ છે.

8. ગુજરાત ટાઇટન્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

ગુજરાત ટાઇટન્સના રિલીઝ થયેલા ખેલાડીઓમાં શેરફાન રધરફોર્ડ, મહિપાલ લોમરોર, કરીમ જનત, દાસુન શનાકા, ગેરાલ્ડ કોએત્ઝી અને કુલવંત ખેજરોલિયા સામેલ છે.

9. લખનઉ સુપર જાયન્ટ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

લખનઉ સુપર જાયન્ટ્સે રિલીઝ કરેલા ખેલાડીઓમાં આર્યન જુયાલ, ડેવિડ મિલર, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હેંગરકર, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, રવિ બિશ્નોઈ અને શમાર જોસેફ સામેલ છે.

10. દિલ્હી કેપિટલ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ

દિલ્હી કેપિટલ્સે રિલીઝ કરેલા ખેલાડીઓમાં ફાફ ડુપ્લેસિસ, જેક ફ્રેઝર મેકગર્ક, ડોનોવાન ફેરેરા, સેદિકુલ્લાહ અટલ, માનવંથ કુમાર, મોહિત શર્મા અને દર્શન નાલકંડે સામેલ છે.

IPL રીટેન્શન પહેલા થયેલી ટ્રેડ ડીલ

IPL રીટેન્શન પહેલા ટ્રેડ ડીલ પણ જોવા મળી છે. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સને ₹18 કરોડમાં ટ્રેડ કર્યો. બદલામાં રવિન્દ્ર જાડેજા (₹14 કરોડ) અને સેમ કરન (₹2.4 કરોડ) રાજસ્થાન રોયલ્સ ગયો. લખનઉ સુપર જાયન્ટ્સે શાર્દુલ ઠાકુરને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ₹2 કરોડમાં ટ્રેડ કર્યો.

શેરફેન રધરફોર્ડ (₹2.6 કરોડ) ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ થયો. અર્જુન તેંડુલકર અને મોહમ્મદ શમીએ પણ ટીમ બદલી છે. અર્જુન (₹30 લાખ) મુંબઈ ઇન્ડિયન્સથી અને શમી (₹10 કરોડ) સનરાઇઝર્સ હૈદરાબાદથી લખનઉ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ થયા. મયંક માર્કંડે (રૂ.30 લાખ) કોલકાતા નાઈટ રાઈડર્સથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ થયો. નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સથી દિલ્હી કેપિટલ્સમાં રૂ. 4.2 કરોડમાં ટ્રેડ કર્યો. ડોનોવન ફરેરાને દિલ્હી કેપિટલ્સથી રાજસ્થાન રોયલ્સમાં રૂ. 1 કરોડમાં ટ્રેડ કર્યો.


રીટેન્શન પછી તમામ ટીમોના બાકી પર્સ:

1. દિલ્હી કેપિટલ્સ

2. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

3. પંજાબ કિંગ્સ

4. લખનઉ સુપર જાયન્ટ્સ

5. ગુજરાત ટાઇટન્સ

6. ચેન્નાઈ સુપર કિંગ્સ

7. કોલકાતા નાઈટ રાઈડર્સ

8. સનરાઇઝર્સ હૈદરાબાદ

9. મુંબઈ ઇન્ડિયન્સ

10. રાજસ્થાન રોયલ્સ

Tags :