Get The App

IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ? 1 - image

Image Source: Twitter

IPL 2026 Orange Cap and Purple Cap Updated List: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026ની 11મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ મેચમાં બંને ટીમોએ 457 રન બનાવ્યા અને બીજી તરફ કુલ 13 વિકેટ પણ પડી. વિરાટ કોહલી, સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓએ IPL 2026માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેસમાં લાંબી છલાંગ લગાવી. બીજી તરફ પર્પલ કેપની રેસમાં પણ ઘણા બોલરોએ છલાંગ મારી છે. તો ચાલો એક નજર તાજેતરની ઓરેન્જ અને પર્પલ કેપ રેસ પર કરીએ.

IPL 2026માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

RCB vs CSK મેચમાં દેવદત્ત પડિક્કલ, ટિમ ડેવિડ અને સરફરાઝ ખાને અડધી સદી ફટકારી અને વિરાટ કોહલીએ 35 રનની ઈનિંગ રમી. દેવદત્ત પડિક્કલ IPL 2026માં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. તેણે પ્રથમ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. હવે બે મેચોમાં તેના નામે 111 રન થઈ ગયા છે. તે સમીર રિઝવી, હેનરિક ક્લાસેન અને રોહિત શર્મા બાદ ત્રીજા નંબર પર છે. બીજી તરફ ટોપ-5માં પંજાબ કિંગ્સનો કૂપર કોનોલી પણ છે. 

સરફરાઝ ખાન 99 રન સાથે 7મા સ્થાને છે, વિરાટ કોહલી 97 રન સાથે 8મા સ્થાને છે, જ્યારે ટિમ ડેવિડ 86 રન સાથે 14મા સ્થાને પહોંચી ગયો છે.

સમીર રિઝવી - 160

હેનરિક ક્લાસેન - 145

રોહિત શર્મા - 113

દેવદત્ત પડિક્કલ - 111

કૂપર કોનોલી - 108

IPL 2026માં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના જેકબ ડફી અને ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ ટોપ-5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. જોકે, પર્પલ કેપ હજુ પણ રવિ બિશ્નોઈ પાસે છે. આ તમામ ખેલાડીઓના નામે આ સીઝનમાં અત્યાર સુધીમાં 5-5 વિકેટ છે. બીજી તરફ RCBનો ભુવનેશ્વર કુમાર 4 વિકેટ સાથે ટોપ-10માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. 

આ પણ વાંચો: IPL 2026 : બેંગલુરુની ભવ્ય જીત, ચેન્નાઈને 43 રને હરાવ્યું, નોંધાયા અનેક રેકોર્ડ

રવિ બિશ્નોઈ - 5

વિજયકુમાર વૈશક - 5

જેકબ ડફી - 5

અંશુલ કંબોજ - 5

ટી નટરાજન - 4