LSG vs RR Score: આજે બુધવારે IPL 2026ના 32મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 159 રન લગાવ્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને 18 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી
લખનઉએ પાવરપ્લેમાં જ મોટી વિક્ટો ગુમાવી દીધી હતી. લખનઉના ઓપનિંગ બેટ્સમેન આયુષ બડોની, કેપ્ટન રિષભ પંત અને અનુભવી બેટ્સમેન એડન માર્કરામ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. નિકોલસ પૂરને 25 બોલમાં 22 રન અને હિમ્મત સિંહે 15 બોલમાં 15 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન મિચેલ માર્શ 41 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી ઘાતક બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. નાન્દ્રે બર્ગર અને બ્રિજેશ શર્માએ પણ શાનદાર લય બતાવી હતી. બંનેએ અનુક્રમે 2-2 વિકેટ ઝડપીને લખનઉની બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મુકી દીધી હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને સ્પિનર રવિ બિશ્નોઈએ પણ કરકસરભરી બોલિંગ કરી હતી અને બંનેએ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.
બંને ટીમમાંથી કોની કેટલી હાર-જીત?
આ બંને ટીમોની 7મી મેચ હતી. રાજસ્થાને અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાંથી 5માં જીત મેળવી છે, જ્યારે બાકીની 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉએ 7 મેચોમાંથી માત્ર 2 મેચ જીતી છે. ટીમને 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલ પર કરો નજર

સ્કોર કાર્ડ
RR: 159/6(20)
LSG: 119(18)
રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સના બોલરો તરફથી શાનદાર બોલિંગનું પ્રદર્શન જોવા મળ્યું. મેચમાં લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને લખનઉના બોલરોએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન સુધી જ સીમિત રાખી હતી. રાજસ્થાન માટે રવીન્દ્ર જાડેજાએ 43 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રાજસ્થાને છેલ્લી 3 ઓવરમાં સારી બેટિંગ કરતા 43 રન બનાવ્યા હતા. 17 ઓવર પછી ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાને 116 રન હતો. રવીન્દ્ર જાડેજા અને શુભમ દુબેએ 7મી વિકેટ માટે 25 બોલમાં 49 રનની ભાગીદારી કરી હતી, જેના કારણે ટીમ સારા ટોટલ સુધી પહોંચી શકી. લખનઉ તરફથી મોહમ્મદ શમી, મોહસિન ખાન અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
વૈભવે દિગ્ગજોના રેકોર્ડ તોડયા
વૈભવે મેચ દરમિયાન બીજી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. માત્ર 222 બોલમાં 500 રન પૂરા કરીને તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મેક્સવેલને પાછળ છોડી દીધો છે, જેને IPLમાં 500 રન બનાવવા માટે 260 બોલનો સામનો કર્યો હતો. બીજી તરફ, પ્રિયાંશ આર્યાએ આ રેકોર્ડ કરવા માટે 278 અને વીરેન્દ્ર સેહવાગે 280 બોલ રમવા પડ્યા હતા. IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર વૈભવ સૌથી યુવા ખેલાડી પણ છે. તેણે આ સિદ્ધિ 15 વર્ષ અને 26 દિવસની ઉંમરે હાંસલ કરી છે. જ્યારે પૃથ્વી શોએ 19 વર્ષ 164 દિવસની ઉંમરે 500 IPL રન કર્યા હતા. તો સંજુ સેમસને 19 વર્ષ 195 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
લખનઉ સુપર જાયન્ટ્સ
મિશેલ માર્શ, આયુષ બદોની, ઋષભ પંત, નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ.
રાજસ્થાન રોયલ્સ:
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નાન્દ્રે બર્ગર


