Get The App

IPL 2026: દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીના તોફાની 90 રન

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીના તોફાની 90 રન 1 - image


Image Source: IANS

IPL 2026: આઈપીએલ 2026ની 8મી મેચમાં આજે(4 એપ્રિલ) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી જીત હાંસલ કરી છે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 18.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો.

સમીર રિઝવીના તોફાની 90 રન

દિલ્હી કેપિટલ્સ માટે રનચેઝમાં સમીર રિઝવીએ તોફાની 90 રન બનાવ્યા. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મહત્ત્વનો ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યા બીમાર હોવાને કારણે સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી. બંને ટીમો પોતાની અગાઉની મેચો જીતીને આવી હોવાથી આ મેચમાં વિજયી લય જાળવી રાખવા મેદાનમાં ઉતરી હતી.

આ પણ વાંચો: 'તેને ટીમમાંથી બહાર કરો!' સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ

આ પણ વાંચો: બુમરાહે IPLમાં પોતાની કારકિર્દીની પહેલી વિકેટ કોની લીધી હતી? 13 વર્ષ પહેલા ડેબ્યૂ મેચમાં કરી હતી કમાલ

મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત થોડી નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ રયાન રિકલ્ટન અને તિલક વર્માની વિકેટો પડી ગઈ હતી. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 36 બોલમાં 51 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હીના બોલરોએ મધ્યમ ઓવરોમાં અંકુશ જાળવી રાખ્યો હતો, જેના કારણે મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવી શકી હતી. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 163 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીની ટીમમાં કેએલ રાહુલ, નીતીશ રાણા અને અક્ષર પટેલ જેવા મજબૂત ખેલાડીઓ છે, જ્યારે મુંબઈ પાસે જસપ્રીત બુમરાહ જેવો ઘાતક બોલર છે. જોકે, દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું છે.