Get The App

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય 1 - image


IPL 2026 Controversy: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 23મી મેચમાં આરસીબીએ લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જોકે, આ મેચ બાદ મળેલો 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. 4 વિકેટ ઝડપનાર રસીખ સલામને બદલે માત્ર 1 વિકેટ લેનાર જોશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી છે.

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય 2 - image

શું છે સમગ્ર વિવાદ?

લખનૌ વિરુદ્ધ આરસીબીના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં યુવા ફાસ્ટ બોલર રસીખ સલામ ડારે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. બીજી તરફ જોશ હેઝલવુડે 4 ઓવરમાં 20 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી. આંકડાકીય રીતે રસીખનું પ્રદર્શન ઘણું ચઢિયાતું હોવા છતાં એવોર્ડ હેઝલવુડને આપવામાં આવ્યો.

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય 3 - image

આકાશ ચોપરાનો આક્રોશ

પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ કહ્યું  કે, આરસીબી-એલએસજી મેચમાં રસીખ સલામને પ્લેયર ઓફ ધ મેચ કેમ ન આપવામાં આવ્યો? આ તો યુવા ખેલાડીની મહેનત સાથે અન્યાય છે. આકાશના મતે, જ્યારે રસીખ જેવા યુવા ખેલાડીઓ દિગ્ગજો વચ્ચે શાનદાર દેખાવ કરે ત્યારે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ, નહીં તો તેમનો ઉત્સાહ ઘટી શકે છે.

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય 4 - image