Get The App

ભારતના પૂર્વ બોક્સરે વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ગંભીર આક્ષેપ કર્યો? યુઝર્સ ભડક્યા

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ભારતના પૂર્વ બોક્સરે વૈભવ સૂર્યવંશીની ઉંમર અંગે ગંભીર આક્ષેપ કર્યો? યુઝર્સ ભડક્યા 1 - image


Vijender Singh Targets Vaibhav Suryavanshi’s Age : આઈપીએલ-2025માં માત્ર 14 વર્ષની ઉંમરે સદી ફટકારી રેકોર્ડની હારમાળા સર્જનાર વૈભવ સૂર્યવંશી પર આડકતરો આક્ષેપ કરવામાં આવ્યો છે. દમદાર બેટિંગના કારણે વૈભવનું નામ માત્ર થોડા વર્ષો સુધી જ નહીં અનેક વર્ષો સુધી સોનેરી અક્ષરથી લખાઈ ગયું છે. વૈભવની દમદાર બેટિંગની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. આઈપીએલ-2025માં એન્ટ્રી થતાં જ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ સાથે તેણે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન વૈભવે 19 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે વિસ્ફોટ બેટિંગ કરી માત્ર 35 બોલમાં સદી ફટકારી વિશ્વભરને ચોંકાવી દીધા છે, જોકે કેટલાક લોકો એવા છે, જેઓ વૈભવ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભારતના જ પૂર્વ બોક્સે વૈભવ પર આડકતરો ગંભીર આક્ષેપ કર્યો છે.

વૈભવ સૂર્યવંશીની ઉંમર બનાવટી?

આમ તો ભારતના પૂર્વ બોક્સર વિજેન્દ્ર સિંહે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જોકે તેમણે વૈભવ પર ગંભીર આક્ષેપ કરતા યુઝર્સ ભડક્યા છે. વિજેન્દ્રએ આક્ષેપ કર્યો છે કે, વૈભવ સૂર્યવંશીની ઉંમર બનાવટી છે. વિજેન્દ્રએ વૈભવની તોબાની બેટિંગ જોયા બાદ એક્સ પર લખ્યું છે કે, ‘ભાઈ... આજકાલ ઉંમર નાની કરી ક્રિકેટમાં પણ રમવા લાગ્યા.’ પૂર્વ બોક્સરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે કેટલાક યુઝર્સ વિજેન્દ્રની વાતથી સહમત નથી અને તેની ટીકા કરી હ્યા છે. એક ફેન્સે લખ્યું છે કે, ઉંમર નહીં, ટેલેન્ટ જુઓ...

આ પણ વાંચો :  ગુજરાત સહિત 11 રાજ્યોના 26 બેંકોનું મર્જર, જુઓ યાદી

વૈભવ સૂર્યવંશી પર કેમ આક્ષેપ થયો?

માત્ર 14 વર્ષના વૈભવની હાઈટ વધુ છે અને તે ગજબના શૉટ્સ પણ રમી રહ્યો છે. તે 90-90 મીટરની સિક્સ ફટકારી રહ્યો છે, જે કોઈપણ 14 વર્ષના બાળક માટે ફટકારવી મુશ્કેલ છે. જોકે વૈભવ બીસીસીઆઈના ‘એજ ગ્રૂપ’ ક્રિકેટમાં ઉંમર મામલે ફેઈલ થયો નથી.

...તો વૈભવ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

જો કોઈ ભારતીય ક્રિકેટ બનાવટી ઉંમરમાં ફસાય છે તો બીસીસીઆઈ તેના પર કડક કાર્યવાહી કરી શકે છે. તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. બનાવટી ઉંમર દર્શાવનાર ક્રિકેટર પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે છે, જેમાં તે બીસીસીઆઈની કોઈપણ ટૂર્નામેન્ટ અથવા લીગમાં રમી શકતો નથી. અગાઉ અંકિત બાવને, નીતીશ રાણા, રસિક સલામ, મનજોત કાલરા, પ્રિંસ રામ નિવાસ યાદવ બનાવટી ઉંમરમાં દોષિત જાહેર થયા હતા.

આ પણ વાંચો : ગુજરાતના તટ નજીક યુદ્ધ જહાજો ઍલર્ટ પર

Tags :