'RCB જીતી શકે છે IPL 2025ની ટ્રોફી, કારણ કે…', સુરેશ રૈનાનું મોટું નિવેદન
IPL 2025 Suresh Raina: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, IPL 2025 અધવચ્ચે જ રોકવામાં આવી હતી. પરંતુ હવે ફરી આજથી તેની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચથી થવા જઈ રહી છે. જો RCB આ મેચ જીતી જાય છે તો તે વર્તમાન સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બનશે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ RCBની જીતની ભવિષ્યવાણી કરી છે.
આ વર્ષે RCBની લાંબી પ્રતીક્ષાનો અંત આવશે: રૈના
RCBની જીતની ભવિષ્યવાણી કરતાસુરેશ રૈનાએ કહ્યું કે, 'આ વર્ષે RCBના ટાઈટલ જીતવા પર પડેલા લાંબા દુકાનો અંત આવી શકે છે. ટીમ હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં 11 માંથી 8 મેચ જીતી છે, જ્યારે માત્ર ત્રણ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.' રૈના માને છે કે RCB આ વર્ષે તેમની લાંબી પ્રતીક્ષાનો અંત લાવશે.
RCB પાસે આ વર્ષે ટાઇટલ જીતવાની મજબૂત તક
સુરેશ રૈનાએ કહ્યું, 'રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે આ વર્ષે ટાઇટલ જીતવાની મજબૂત તક છે કારણ કે ટીમ આ વર્ષે એક અલગ રમત રમી રહી છે. તેઓએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 150 અને 136 જેવા સ્કોર કર્યો છે અને તેના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમના નવા કેપ્ટને ચેન્નાઈ સુપર કિંગ્સને બે વાર હરાવ્યું છે, એક વાર ચેન્નાઈમાં અને એક વાર ઘરઆંગણે જે ઘણું બધું કહી જાય છે.'
આ પણ વાંચો: 'હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહ કેપ્ટન બને...' રવિ શાસ્ત્રીએ કારણ પણ જણાવ્યું
રૈનાએ વધુમાં કહ્યું, 'ડ્રેસિંગ રૂમમાં સકારાત્મકતા છે અને આ સંકેતો છે કે ટીમ ટાઇટલ જીતી શકે છે. હા, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આ વર્ષ વિરાટનું હોઈ શકે છે જ્યારે તે 18 વર્ષ પછી ટ્રોફી ઉપાડી શકે છે.'