Get The App

IPL 2025ના પ્લેઓફ માટે ત્રણ ટીમોની ટિકિટ કન્ફર્મ, ચોથા સ્થાન માટે અન્ય ત્રણ વચ્ચે હરીફાઈ, જુઓ પોઈન્ટ ટેબલ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News

IPL 2025ના પ્લેઓફ માટે ત્રણ ટીમોની ટિકિટ કન્ફર્મ, ચોથા સ્થાન માટે અન્ય ત્રણ વચ્ચે હરીફાઈ, જુઓ પોઈન્ટ ટેબલ 1 - image

IPL 2025
હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લેઓફની ત્રણ ક્વોલિફાયર ટીમો નક્કી થઈ ગઈ છે પરંતુ ચોથા સ્થાન માટે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. હાલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ટોચ પર છે તો એના સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ અને પંજાબ કિંગ્સ ક્વોલિફાય થનાર અન્ય બે ટીમો છે.

ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો 10 વિકેટથી ભવ્ય વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઇ સુદર્શને 61 બોલમાં અણનમ 101 રન અને શુભમન ગિલે 53 બોલમાં અણનમ 93 રન બનાવીને ગુજરાતને ભવ્ય જીત અપાવી હતી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. આ ઉપરાંત GT, RCB અને PBKSની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે.

IPL 2025ના પ્લેઓફ માટે ત્રણ ટીમોની ટિકિટ કન્ફર્મ, ચોથા સ્થાન માટે અન્ય ત્રણ વચ્ચે હરીફાઈ, જુઓ પોઈન્ટ ટેબલ 2 - image

MI, DC, LSG ને ક્વોલિફાય થવા માટે શું કરવું પડશે?

ત્રણ ટીમો વચ્ચે ક્વોલિફાયરના ચોથા સ્થાન માટે હરીફાઈ જામી છે. 

મુંબઈ: હાર્દિક પંડયાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ક્વોલિફાય થવા માટે બાકીની બંને મેચો જીતવી પડશે. અથવા જો તેઓ દિલ્હીને હરાવે અને લખનઉ હવે પછીની ત્રણમાંથી એક મેચ હારે તો પણ તેઓ ક્વોલિફાય કરી શકશે.

દિલ્હી કેપિટલ્સ: IPL 2025 ની શરૂઆત દિલ્હીની ટીમે જબરદસ્ત રીતે કરી હતી અને પ્રથમ ચારેય મેચ જીતી લીધી હતી. અડધી સિઝન સુધી તેઓ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર રહ્યા હતા. પરંતુ છેલ્લી આઠમાથી પાંચ મેચોમાં પરાજયના કારણે હવે આ ટીમ એલિમિનેટ થઈ શકે એમ છે. હવે પછીની બંને મેચો જીતીને DC ક્વોલિફાય થઈ શકે છે. 

લખનઉ સુપર જાયન્ટ્સ: લખનઉની ટીમ માટે ક્વોલિફાય થવાના ચાન્સ ખૂબ ઓછા છે. પરંતુ જો હવેની તમામ મેચો તેઓ જીતી લે અને દિલ્હી તથા મુંબઇના પોઈન્ટ ઓછા રહે તો તેના માટે પણ ક્વોલિફાય થવાની તકો ઊભી થશે. 

Tags :