Get The App

VIDEO : 10 ફોર, 8 સિક્સ... વિસ્ફોટ બેટરે 9 ઓવરમાં ફટકારી સદી, બોલરોની કરી જોરદાર ધોલાઈ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : 10 ફોર, 8 સિક્સ... વિસ્ફોટ બેટરે 9 ઓવરમાં ફટકારી સદી, બોલરોની કરી જોરદાર ધોલાઈ 1 - image


IPL 2025 Gujarat Titans vs Lucknow Super Giants : આઈપીએલ-2025માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં લખનઉના બેટર મિચેલ માર્શે વિસ્ફોટ બેટિંગ કરી છે. માર્શે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ફોર અને સિક્સનો વરસાદ કરી દીધો છે. તેણે ગુજરાતના બોલરોની જોરદાર ધોલાઈ કરી 64 બોલમાં 117 રન ફટકાર્યા છે. માર્શે માત્ર 64 બોલમાં 10 ફોર અને 8 સિક્સ ફટકારી છે. માર્શની ભયાનક બેટિંગના કારણે લખનઉની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં બે વિકેટે 235 રન નોંધાવ્યા છે.

VIDEO : 10 ફોર, 8 સિક્સ... વિસ્ફોટ બેટરે 9 ઓવરમાં ફટકારી સદી, બોલરોની કરી જોરદાર ધોલાઈ 2 - image

માર્કરામે પણ કરી વિસ્ફોટ બેટિંગ

ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉ તરફથી ઓપનિંગમાં આવેલા મિચેલ માર્શ અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 9.1 ઓવરમાં 91 રનની પાર્ટનરશીપ કરી હતી. માર્કરામે 24 બોલમાં 36 રન નોંધાવ્યા હતા. તેણે કુલ ત્રણ ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. બંને બેટરોએ ભેગા મળીને ગુજરાતના બોલરોની ચોતરફ ધોલાઈ કરી નાખી હતી. માર્કરામ આઉટ થયા બાદ માર્શને નિકોલન પૂરનનો સાથ મળ્યો.

VIDEO : 10 ફોર, 8 સિક્સ... વિસ્ફોટ બેટરે 9 ઓવરમાં ફટકારી સદી, બોલરોની કરી જોરદાર ધોલાઈ 3 - image

54 બોલમાં ફટકારી સદી

માર્શ અને પૂરને બીજી વિકેટ માટે 52 બોલમાં 121 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન માર્શે પોતાની સદી પૂર્ણ કરી હતી. તેણે 17મી ઓવરમાં અરશદ ખાનના પાંચમા બોલ પર રન લઈને સદી ફટકારી હતી. માર્શ 64 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો હતો અને તેણે પોતાની ઈનિંગમાં 10 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. માર્શે 9 ઓવર બરાબર 54 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી.

VIDEO : 10 ફોર, 8 સિક્સ... વિસ્ફોટ બેટરે 9 ઓવરમાં ફટકારી સદી, બોલરોની કરી જોરદાર ધોલાઈ 4 - image

માર્શને ફરી કે.એલ.રાહુલનો રેકોર્ડ તોડવાની તક

માર્શે આ સિઝનમાં 560 રન બનાવ્યા છે, તે લખનૌ માટે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે. તેણે 2024માં કે.એલ.રાહુલ દ્વારા બનાવેલા 520 રનનો રેકોર્ડ તોડ્યો છે. હવે માર્શ નંબર-1 કે.એલ.રાહુલથી 56 રન પાછળ છે. રાહુલે 2022ની સિઝનમાં 616 રન બનાવ્યા હતા.


Tags :