અનુષ્કા શર્માને ગળે લગાવીને ખૂબ રડ્યો વિરાટ કોહલી, RCBની જીત બાદનો જુઓ વીડિયો
IPL 2025 Winner: આજે(3 જૂન) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ રમાઈ હતી. RCBએ રોમાંચક મેચમાં ટ્રોફી જીત હાંસલ કરી હતી. જીત બાદ વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો, તો અનુષ્કા જીત બાદ ખુશખુશાલ નજરે પડી હતી.
જીત બાદ અનુષ્કાને ભેટી પડ્યો કોહલી
પહેલીવાર IPL જીત્યા બાદ વિરાટ કોહલી ખુશીથી રડી પડ્યો હતો. અનુષ્કા શર્માને ગળે લગાવ્યા બાદ તે ખૂબ રડ્યો હતો, જેના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તે જ સમયે, અનુષ્કા શર્માએ પણ તેના પતિની જીતની ઉજવણી કરી હતી. પહેલા તે તાળીઓ પાડતી અને પછી ક્રિકેટરને ગળે લગાવતી અને જીત પર અભિનંદન આપતી જોવા મળી હતી.