RCB vs PBKS : પંજાબ કે બેંગલુરુ... કોણ જીતશે આઈપીએલની ફાઈનલ? જુઓ રેકોર્ડ મામલે કંઈ ટીમ આગળ
IPL-2025 Final Match RCB vs PBKS : આઈપીએલ-2025માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ જીતવા માટે મુકાબલો શરૂ થઈ ગયો છે. જોકે તે પહેલા આપણે આઈપીએલના રસપ્રદ ઈતિહાસની વાત કરીએ તો 2011થી અત્યાર સુધીમાં કુલ 14 વખત ફાઈનલ મેચ રમાઈ, જેમાં ક્વોલિફાયર-1 મેચ જીતનારી ટીમ 11 વખત ટાઈટલ જીતી છે, જેથી આમ જોવા જોઈએ તો બેંગલુરુને વધુ તક છે. બીજીતરફ એકંદરે બંને ટીમો હેડ ટુ હેડ મુકાબલામાં બરાબરી પર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગલુરુ અને પંજાબ વચ્ચે ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે અને ક્રિકેટ રસિયાઓને આ વખતે નવી ટીમ ચેમ્પિયન બનતી જોવા મળશે.
બંને વચ્ચે અત્યાર સુધીમાં રમાઈ ત્રણ મેચ
ક્વોલિફાયર-1 મેચમાં બેંગલુરુ પંજાબને 8 વિકેટથી હરાવી ફાઈનલમાં પહોંચી હતી, ત્યારે આજે ફાઈનલમાં જે ટીમ જીતશે, તેને આઈપીએલ ટ્રોફી ઉઠાવવાની તક મળશે. ક્વોલિફાયર-1માં બેંગલુરુ પંજાબને હરાવ્યું હતું, જ્યારે ક્વોલિફાયર-2માં પંજાબે મુંબઈને હરાવી ફાઈનલમાં પહોંચી છે. બંને ટીમે વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે અને ત્રણેય મેચો લો સ્કોરિંગ રહી છે. આઈપીએલ-2025માં બેંગલુરુ અને પંજાબ વચ્ચે કુલ ત્રણ મેચો રમાઈ છે, જેમાં બેંગલુરુએ બે જ્યારે પંજાબે એક મેચ જીતી છે. જ્યારે બંને ટીમે વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજી વખત સામસામે આવી છે. અગાઉ બંને ટીમો વચ્ચે 2021માં મેચ રમાઈ હતી, જેમાં બેંગલુરુની 34 રને જીત થઈ હતી.
બંને ટીમોમાંથી કોનું પલડું ભારે?
આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે કુલ 36 મેચો રમાઈ છે, જેમાં બંને ટીમોએ 18-18 મેચો જીતી છે. વિકેટો મામલે પણ બંને ટીમો બરાબર રહી છે, તેથી બંને ટીમોના રેકોર્ડ જોતા આજની મેચ વધુ રસપ્રદ રહેવાની છે.