IPL-2025માં સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ મામલે ગુજરાતના ખેલાડીઓ મોખરે, જુઓ તમામ રેકોર્ડ્સ
IPL-2025 Record : આઈપીએલ-2025ની ફાઈનલ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્રથમવાર ચેમ્પિયન બની છે. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 190 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 184 રન કરતા તેનો 6 રને પરાજય થયો છે. આ સાથે ફાઈનલમાં પ્રથમ વખત પહોંચેલી પંજાબની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુની ટીમ IPL-2025ની ચેમ્પિયન બનતાની સાથે જ આઈપીએલ-2025ના તમામ રેકોર્ડોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ સિઝનમાં સૌથી વધુ રન ફટકારવા મામલે ગુજરાતનો બેટર ટોપ પર રહ્યો છે, જ્યારે સૌથી વધુ વિકેટ ઝડપવા મામલે પણ ગુજરાતનો બોલર ટોપ પર રહ્યો છે. તો જોઈએ આઈપીએલ-2025ના રેકોર્ડ...
આઈપીએલ-2025માં કુલ ફોર અને સિક્સ
- કુલ ફોર - 2245
- કુલ સિક્સ - 1294
સૌથી વધુ રન નોંધાવનાર ટોપ-10 બેટર
- બી.સાઈ.સુદર્શન (ગુજરાત) - 759 રન
- સૂર્યકુમાર યાદવ (મુંબઈ) - 717 રન
- વિરાટ કોહલી (બેંગલુરુ) - 657 રન
- શુભમન ગિલ (ગુજરાત) - 650 રન
- મિશેલ માર્શ (લખનઉ) - 627 રન
- શ્રેયસ ઐયર (પંજાબ) - 604 રન
- યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન) - 559 રન
- પ્રભસિમરન સિંઘ (પંજાબ) - 549 રન
- કે.એલ.રાહુલ (દિલ્હી) - 539 રન
- જોસેફ બટલર (ગુજરાત) - 538 રન
સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર
- પ્રસિદ્ધ ક્રિષ્ના (ગુજરાત) - 25 વિકેટ
- નૂર અહમદ (ચેન્નાઈ) - 24 વિકેટ
- જોશ હેઝલવુડ (બેંગલુરુ) - 22 વિકેટ
- ટ્રેન્ટ બોલ્ટ (મુંબઈ) - 22 વિકેટ
- અર્શદીપ સિંહ (પંજાબ) - 21 વિકેટ
- આર.સાઈકિશોર (ગુજરાત) - 19 વિકેટ
- જસપ્રીત બુમરાહ (મુંબઈ) - 18 વિકેટ
- વરુણ ચક્રવર્તી (કોલકાતા) - 17 વિકેટ
- કૃણાલ પંડ્યા (બેંગલુરુ) - 17 વિકેટ
- વૈભવ અરોરા (કોલકાતા) - 17 વિકેટ