Get The App

IPL 2025: રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવ્યું, CSKની સતત બીજી હાર

Updated: Mar 30th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવ્યું, CSKની સતત બીજી હાર 1 - image


IPL 2025: આઈપીએલ 2025નો 11મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાને ચેન્નઈને 6 રનથી જીત મેળવી. રિયાન પરાગની કપ્તાનીમાં રાજસ્થાનની ટીમે આ ટૂર્નામેન્ટમાં જીતનું ખાતુ ખોલાવ્યું. ચેન્નઈની સતત બીજી હાર થઈ. આ મેચમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જેમાં રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી.

બંને ટીમોની પ્લેઇંગ-11

ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), જેમી ઓવરટન, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાના, ખલીલ અહેમદ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: શિવમ દુબે, મુકેશ ચૌધરી, ડેવોન કોનવે, શેખ રશીદ, સેમ કુરન.

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષ્ણા, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: કુણાલ સિંહ રાઠોડ, શુભમ દુબે, ફઝલહક ફારૂકી, કુમાર કાર્તિકેય, યુદ્ધવીર સિંહ.


Tags :