IPL 2025 | દિલ્હી કેપિટલ્સે નવા કેપ્ટનની કરી જાહેરાત, ગુજરાતી ખેલાડીને સોંપી કમાન
Axar Patel Captain of Delhi Capital in IPL 2025 : IPL 2025 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ તેના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. દિલ્હીએ 18મી સિઝનમાં અક્ષર પટેલને ટીમની કમાન સોંપીને સૌને ચોંકાવી દીધા છે. આ પહેલા ઋષભ પંત દિલ્હી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. પરંતુ આ સિઝનમાં તે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં દમદાર પ્રદર્શનનું શાનદાર ઈનામ!
IPL 2025 પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર અક્ષર માટે આ ખુશ ખબર સાબિત થઇ છે. આ સાથે, દિલ્હીના ચાહકોની ઉત્સુકતાનો પણ અંત થયો છે. કારણ કે આ એકમાત્ર ટીમ હતી જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી ન હતી. IPL રમી રહેલી 10 માંથી 9 ટીમોએ પહેલાથી જ તેમના કેપ્ટનના નામ જાહેર કરી દીધા હતા.
અક્ષર પટેલનો રેકોર્ડ
અક્ષર પટેલે અત્યાર સુધીમાં 150 આઈપીએલ મેચ રમી છે અને લગભગ 131 ના સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે. તેણે 7.28 ના ઇકોનોમી રેટથી 123 વિકેટ પણ લીધી છે. જોકે તેને કેપ્ટનશીપનો અનુભવ નથી. તે હજુ પણ આ મામલે કાચો કહી શકાય. પરંતુ, તેની ઓલરાઉન્ડર ગેમ દિલ્હી કેપિટલ્સને મદદરૂપ થઇ શકે છે.