Get The App

IPL 2024નું 15 દિવસનું શેડ્યુલ જાહેર, ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે ઓપનિંગ મેચ

ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે

Updated: Feb 22nd, 2024

GS TEAM


Google News
Google News
IPL 2024નું 15 દિવસનું શેડ્યુલ જાહેર, ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે ઓપનિંગ મેચ 1 - image


IPL 2024 Schedule : IPLની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 21 મેચોનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હાલ સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે.  

IPLની પ્રથમ મેચ ચેન્નઈ નવમી વખત રમશે 

ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ ચેન્નઈની ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. WPLની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ IPL માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. 

લોકસભાની ચૂંટણીને પગલે સંપૂર્ણ શેડ્યુલ જાહેર નથી કરાયું  

દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરાયું નથી. હાલ 15 દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યુલ જાહેર કરાશે. હાલ માત્ર સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ છે.

IPL 2024નું 15 દિવસનું શેડ્યુલ જાહેર, ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે ઓપનિંગ મેચ 2 - image

Tags :