mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

IPL 2023માં નહીં મળે નવો ચૅમ્પિયન, જાણો કોણ છે સૌથી વધુ દાવેદાર

મુંબઈએ પાંચ વખત, ચેન્નઈએ ચાર વખથ અને ગુજરાત ટાઈટન્સે એકવાર ટાઈટલ જીત્યુ છે

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે

Updated: May 25th, 2023

IPL 2023માં નહીં મળે નવો ચૅમ્પિયન, જાણો કોણ છે સૌથી વધુ દાવેદાર 1 - image
Image : Twitter

IPL 2023ની સીઝન તેના અંતિમ ચરણ પર છે. સિઝન-16ની બે મેચ જ બાકી રહી છે. હજુ પણ ટાઈટલ જીતવા માટે ત્રણ ટીમો વચ્ચે હરિફાઈ છે.  મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1 જીતીને સીધી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જે ટીમ વિજેતા થશે તે ટીમ 28 મેના રોજ ચેન્નઈ સામે ફાઈનલ મેચ રમશે. લખનઉની ટીમ બહાર ફેંકાઈ જતા હવે IPL 2023માં નવો ચેમ્પિયન મળશે નહીં. ત્રણેય ટીમો અગાઉ ખિતાબ જીતી ચૂકી છે.

લખનઉ બહાર થતા નવો ચેમ્પિયન નહીં મળે

લખનઉ સુપર જાયન્ટ્સ ગઈકાલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ચાહકોની નવો ચેમ્પિયન ટીમ મેળવવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી. આ વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ચાર ટીમોમાંથી લખનઉ જ એકમાત્ર એવી ટીમ હતી જે તેના પ્રથમ ટાઈટલ જીતાવા આગળ વધી રહી હતી. જો કે લખનઉને એલિમિનેટર મેચમાં મુંબઈએ સફરને રોકી દીધી હતી. હવે બાકીની ત્રણ ટીમોએ ઓછામાં ઓછું 1 ટાઇટલ તો જીત્યું જ છે. આ ત્રણેય ટીમો વધુ એક ટાઈટલ પોતાના નામે કરવા માટે આગળની મેચ રમશે.

ગુજરાતે ગત વર્ષે ડેબ્યુ સિઝનમાં જ ટાઈટલ જીત્યુ હતું

આ ત્રણેય ટીમોએ વર્ષ 2020થી 2023 સુધી IPL પર રાજ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે 2020માં 5મી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ વર્ષ 2021માં ચોથી વખત ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત વર્ષ 2022માં પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરીને પ્રવેશવાની સાથે ટાઇટલ જીત્યું હતું. હવે આ ત્રણમાંથી એક ટીમ આ વર્ષે પણ IPLની ટ્રોફી પર કબ્જો કરશે.

કઈ ટીમો હજુ સુધી IPL ટાઈટલ જીતી નથી?

IPLના ઈતિહાસમાં ઘણી ટીમોએ ભાગ લીધો છે પરંતુ જો વર્તમાન ફ્રેન્ચાઈઝીની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિત લખનઉ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ કુલ 4 ટીમો છે જેણે એક પણ ટ્રોફી જીતી નથી. આ વર્ષે લખનઉ સિવાય કોઈ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

Gujarat