Get The App

GT vs CSK : ઓપનિંગ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, CSKને 5 વિકેટે હરાવ્યું

ચેન્નાઈની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા

ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 4 ફોર, 9 સિક્સ સાથે 92 રન કર્યા

Updated: Mar 31st, 2023

GS TEAM


Google News
Google News

GT vs CSK : ઓપનિંગ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, CSKને 5 વિકેટે હરાવ્યું 1 - image
Image -@IPL

અમદાવાદ, તા.31 માર્ચ-2023, શુક્રવાર

આજથી T20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL 2023)નો પ્રારંભ થઈ ગયો છે. આજની પ્રથમ ઓપનિંગ મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ જીત હાંસલ કરી છે. ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે 36 બોલમાં 6 ફોર, 3 સિક્સ સાથે 63 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 182 રન કરી લીધા હતા.



આ દરમિયાન ચેન્નાઈની ટીમે ગુજરાત ટાઈટ્સને 179 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ચેન્નાઈની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતાં. આ મેચમાં સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 4 ફોર, 9 સિક્સ સાથે 92 રન કર્યા છે. અગાઉ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈની ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ટોસ થયો હતો, જેમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

IPL LIVE SCORE

ગુજરાતને જીતવા 179 રનનો ટાર્ગેટ

ચેન્નાઈની ટીમે ગુજરાત ટાઈટ્સને 179 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ચેન્નાઈની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા છે. આ મેચમાં સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 4 ફોર, 9 સિક્સ સાથે 92 રન કર્યા છે. તો મોઈન ઈલીએ 17 બોલમાં 23 રન, શિવમ દુબેએ 19 રન, ધોનીએ 14 રન (નોટઆઉટ), અંબાતી રાયડુએ 12 રન કર્યા છે. તો ગુજરાત ટાઈટન્સ તરફથી મહંમદ શામી, રાશિદ ખાન, અલઝારી જોસેફે 2-2 વિકેટ ઝડપી છે, તો જોશ લીટલે 1 વિકેટ ખેરવી છે.

ઋતુરાજ ગાયકવાર સદી ચુક્યો

ગુજરાત ટાઈટન્સ સામે ધમાકેદાર બેટીંગ કરનાર ચેન્નાઈની ટીમનો આજનો વિસ્ફોટક બેટ્સમેન ઋતુરાજ ગાયકવાર સદી ચુકી ગયો છે. તેણે 50 બોલમાં 4 ફોર અને 9 સિક્સ સાથે 92 રન ફટકાર્યા હતા. અલઝારી જોસેફની બોલીંગમાં ગાયકવાર કેચ આઉટ થયો છે. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની 151 રને પાંચમી વિકેટ પડી છે.

ચેન્નઈની ટીમના 150 રન પુરા

આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે 150 રન પુરા કરી લીધા છે. હાલ 4 વિકેટે 150 રન પુરા કરી લીધા છે. 

ઋતુરાજ ગાયકવારના 50 રન પુરા

ચેન્નાઈ ટીમનો ઋતુરાજ ગાયકવાર ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે, તેણે 50 રન પુરા કરી લીધા છે. તેણે માત્ર 23 બોલમાં 50 રન પુરા કર્યા છે. ગાયકવાર શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. 

ચેન્નાઈનો સ્કોર 100ને પાર

આ સાથે ચેન્નાઈની ટીમનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. ચેન્નાઈની ટીમે 11 ઓવરમાં 3 વિકેટે 100 રન પુરા કરી લીધા છે.

ચેન્નાઈની ટીમનો સ્કોર 50ને પાર

આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 50ને પાર થયો છે. ચેન્નાઈની બે વિકેટ પડી ગઈ છે. ડેવોન કોન્વોય અને મોઈન અલી આઉટ થઈ ગયા છે.

રાશીદ ખાનને મળી સફળતા, ચેન્નાઈની બીજી વિકેટ પડી

શરૂઆતમાં ધમાકેદાર પરફોર્મ કરી રહેલો ચેન્નાઈની ટીમનો મોઈન અલી 17 બોલમાં 23 રન ફટકારી આઉટ થયો છે, તેને રાશીદ ખાને આઉટ કર્યો છે. આ સાથે ચેન્નાઈની 50 રને બીજી વિકેટ પડી હતી.

શમીએ લીધી પ્રથમ વિકેટ

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોન્વોયને મહંમદ શમીએ ક્લિન બોલ્ડ આઉટ કર્યો છે. કોન્વોય 6 બોલમાં 1 રન બનાવી આઉટ થયો છે. આ સાથે ચેન્નાઈની 14 રને પ્રથમ વિકેટ પડી છે.

ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ, ફિલ્ડિંગ પસંદ કરી

ગુજરાતની ટીમ અત્યાર સુધી ચેન્નાઈ સામે હારી નથી

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે અને બંને વખત હાર્દિક પંડ્યાની ગુજરાતની ટીમને સફળતા મેળવી છે. એટલે કે આ વખતે કેપ્ટન ધોની ગુજરાત સામે ચેન્નાઈની પ્રથમ જીત મેળવવા માટે પૂરી તાકાત લગાવશે. ગુજરાતની ટીમની આ બીજી સિઝન છે. તેણે છેલ્લી વખત તેની પ્રથમ સિઝનમાં IPLનો ખિતાબ જીત્યો હતો. જ્યારે ચેન્નાઈ IPLમાં અત્યાર સુધી 4 વખત ટાઈટલ જીતી ચુકી છે.

ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ-11

શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), કેન વિલિયમસન, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શિવમ માવી, જયંત યાદવ/R સાઈ કિશોર, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમી.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ-11

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, બેન સ્ટોક્સ, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટ કીપર), મિશેલ સેન્ટનર, દીપક ચહર અને સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે

Tags :