For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તો શું ક્રિકેટર શુભમન ગીલે છોડ્યો ગુજરાત ટાઇટન્સનો સાથ?

Updated: Sep 17th, 2022

Article Content Image

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર 

ભારતના ઉભરતા બેટ્સમેન શુભમન ગીલે IPL 2023 પહેલા ગુજરાત ટાઇટન્સ છોડી દીધું છે. ગિલ IPL 2022માં ગુજરાત માટે રમ્યો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમ ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બની હતી. શુભમન ગીલે 16 મેચમાં 483 રન બનાવ્યા હતા. 

ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ગીલને તેની આગળની યાત્રા માટે શુભેચ્છા પાઠવી છે. 

- ગિલને IPL 2022માં ગુજરાતની ટીમે 8 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો.

- ગિલ ગુજરાત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલો હતો.

ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ તેના ટ્વીટમાં શુભમન ગિલને ટેગ કરીને લખ્યું, "તમારી આ યાત્રા યાદગાર રહી છે, ભવિષ્ય માટે તમને શુભકામનાઓ." 

શુભમનગિલે આ ટ્વીટને રીટ્વીટ કરતી વખતે હાર્ટ ઇમોજી પણ બનાવી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ટ્વીટ કોઈ પ્રમોશનનો ભાગ છે કે ગિલે ગુજરાતને અલવિદા કહી દીધું છે.

Gujarat