વર્ષના છેલ્લા દિવસે ICC ટેસ્ટ ક્રિકેટનું રેન્કિંગ જાહેર, ટોપ-5માં એક પણ ભારતીય બેટર નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICC Test Cricket Ranking: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્ષ 2025ના છેલ્લા દિવસે ટેસ્ટ ક્રિકેટનું રેન્કિંગ જાહેર કયું છે. હેરાનીભરી વાત એ છે કે ટેસ્ટમાં બેટરની રેન્કિંગમાં ટોપ 5માં કોઈ પણ ભારતીય ખેલાડીનો સમાવેશ થયો નથી, જ્યારે બોલિંગ ફોર્મેટમાં જસપ્રીત બૂમરાહ વિશ્વનો નંબર 1 બોલર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ટોપ-5 બેટરમાં એક પણ ભારતીય ખેલાડી નહીં
ICCના નવા રેન્કિંગ મુજબ ટેસ્ટ ક્રિકેટમાં ઈગ્લેંડનો જો રુટ નંબર એક બેટર બન્યો છે. તે બાદ બીજા સ્થાને હેરી બ્રુક, ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન અને ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ અને પાંચમા સ્થાને સ્ટીવ સ્મિથ છે.

ટોપ-10 બેટરમાં બે ભારતીય ખેલાડી
શ્રીલંકાના કામિન્ડુ મેન્ડિસ છઠ્ઠા નંબરે, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા સાતમા નંબરે અને ભારતનો યશસ્વી જયસ્વાલ આઠમા નંબરે છે. પાકિસ્તાનનો સઈદ શકીલ 9માં તો ત્યારબાદ ભારતનો શુભમન ગિલ 10માં ક્રમે છે. શકીલ અને ગિલ બંનેને નવા રેન્કિંગમાં એક-એક સ્થાનનો ફાયદો થયો છે.

જસપ્રીત બૂમરાહ વિશ્વનો નંબર 1 બોલર
તો બીજી તરફ ICC ટેસ્ટ બોલિંગના રેન્કિંગમાં જસપ્રીત બૂમરાહ ટોચના સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક બીજા ક્રમે છે જેણે એક સ્થાનનો ફાયદો મળ્યો છે. પાકિસ્તાનનો નોમાન અલી બે ક્રમના ફાયદા સાથે ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ બે સ્થાન નીચે સરકીને ચોથા ક્રમે છે. ન્યુઝીલેન્ડના મેટ હેનરી પાંચમા ક્રમે, દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસેન છઠ્ઠા ક્રમે અને ઓસ્ટ્રેલિયાના સ્કોટ બોલેન્ડ સાતમા ક્રમે છે. આ પછી, કાગીસો રબાડા આઠમા ક્રમે, જોશ હેઝલવુડ નવમા ક્રમે અને નાથન લ્યોન દસમા ક્રમે છે.









