Blind T20 World Cup: ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય ટીમે કોલંબોના પી સારા ઓવલમાં રમાયેલી ફાઇનલ મેચમાં નેપાળને 7 વિકેટથી હરાવ્યું. આ ટુર્નામેન્ટનું આયોજન પહેલીવાર થયું હતું અને ભારતે આ વૈશ્વિક ટુર્નામેન્ટને જીતવામાં સફળતા મેળવી. ભારતે નેપાળને 5 વિકેટ પર 114 રન પર રોકી દીધું હતું. જેના જવાબમાં ભારતીય ટીમે 12 ઓવરમાં 3 વિકેટ પર 117 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો.
ફાઇનલમાં ભારતનો દબદબો
ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે ફાઇનલમાં એવો દબદબો બનાવ્યો કે નેપાળની ટીમ પોતાની ઇનિંગમાં માત્ર એક બાઉન્ડ્રી જ ફટકારી શકી. ભારત માટે ફાઈનલમાં સૌથી વધુ રન ફુલા સારેને બનાવ્યા. તે 44 રન બનાવીને અણનમ રહી. ભારતે સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જ્યારે નેપાળે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ ભારતીય બોલર્સને હંફાવ્યા 489 રનનો વિશાળ સ્કોર, મુથુસામી ઝળક્યો
પાકિસ્તાનની મેહરીને ટુર્નામેન્ટમાં બનાવ્યા સૌથી વધુ રન
આ ટુર્નામેન્ટની સહ-મેજબાન શ્રીલંકાએ શરુઆતમાં પાંચમાંથી માત્ર એક મેચ જીતી શક્યું હતું. ટીમે અમેરિકાને હરાવ્યું હતું. પાકિસ્તાનની મેહરીન અલી 6 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી બેટર રહી. તેણે 600થી વધુ રન બનાવ્યા જેમાં શ્રીલંકા વિરુદ્ધ 78 બોલ પર 230 રન બનાવ્યા હતા. મેહરીને આ સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 133 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: 'ઘરમાં રમે છે કે શું...' લાઈવ મેચમાં કુલદીપ પર ભડક્યો પંત, જાણો કેમ થયો નારાજ


