IND vs AUS: ભારતીય અંડર-19 ટીમે રચ્યો ઈતિહાસ, સૌથી ટૂંકી યુથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવ્યું
AUS U19 vs IND U19: ભારતીય અંડર-19 ટીમે બુધવારે (8 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા સામે બીજા યુથ ટેસ્ટમાં સાત વિકેટથી જીત મેળવી છે. આ સાથે, ભારતે બે મેચની યુથ ટેસ્ટ સીરિઝ 2-0થી જીત પોતાના નામે કરી છે. મેકેમાં રમાયેલી આ મેચ અત્યાર સુધીની સૌથી ટૂંકી યુથ ટેસ્ટ હતી, જે ફક્ત 886 બોલ (147.4 ઓવર)માં પૂર્ણ થઈ હતી. આ પહેલા, સૌથી ટૂંકી યુથ ટેસ્ટનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની અંડર-19 ટીમના નામે હતો. જેણે 1995માં ફૈસલાબાદમાં પાકિસ્તાનની અંડર-19 ટીમને 992 બોલ (165.2 ઓવર)માં પાંચ વિકેટથી હરાવી હતી. તે સમયે મેચમાં શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ 10 ઓવરમાં જ અડધી ટીમ પેવેલિયન પરત ફરી. વિકેટ કીપર એલેક્સ લી યંગે શાનદાર બેટિંગ કરી, પરંતુ આખી ટીમે 43.3 ઓવરમાં 135 રન પર આઉટ થઈ હતી. જ્યારે ભારતની તરફથી હેનિલ અને ખિલન પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી. ભારતીની પહેલી ઇનિંગમાં કેપ્ટન આયુષ મ્હાત્રે અને યુવા બેટર વૈભવ સૂર્યવંશી સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. જેમાં કોઈ પણ ભારતીય બેટર 30 રન પાર કરી શક્યા ન હતા, પરંતુ પાંચ બેટરે 20થી વધુ રન કર્યા હતા.
આ પણ વાંચો: VIDEO: '10 વર્ષમાં માત્ર 40 મેચ જ રમી શક્યો', સંજૂ સેમસન હસ્તા હસ્તા વ્યક્ત કર્યું દુઃખ
બીજુ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં બે બેટર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. જેમાં યંગે સ્કોર સંભાવળવાની કોશિશ કરી, પરંતુ 38 રન જ બનાવી શક્યો હતો. ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ હતી. જ્યારે વિહાન મલ્હોત્રા (21 રન, 21 બોલ), વેદાંત ત્રિવેદી (33 રન, 35 બોલ) અને રાહુલ કુમાર (13 રન, 14 બોલ) એ લક્ષ્ય હાંસલ કર્યું. ભારતે માત્ર 12.2 ઓવરમાં જીત મેળવી અને સીરિઝ 2-0 થી જીતી પોતાને નામે કરી લીધી છે.