Sports

ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની યુકેના કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત, ગિલે જુઓ શું કહ્યું

By GS TEAM
15 Jul 20253 mins read
TukuTouch Logo
ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટની ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. જ્યાં શુભમન ગિલના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેડની સામે ત્રીજી ટેસ્ટમાં 22 રનથી હારી ગઈ હતી. બીજી બાજુ મહિલા ટીમ ટી 20 સીરિઝમાં 3-2થી જીત મેળવ્યા બાદ વન ડે જીતવાની તૈયારી કરી રહી છે. હવે તે વચ્ચે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના કોચ, સ્ટાફ અને તેના અન્ય સભ્ય અને BCCI અધિકારીએ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ-IIIની મુલાકાત લીધી હતી. આ ખાસ મુલાકાતમાં કેપ્ટન શુભમન ગિલ, વાઇસ કેપ્ટન રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. ક્લેરેન્સ હાઉસ ગાર્ડન ખાતે ટીમનો પરિચય કિંગ ચાર્લ્સ III સાથે કરાવ્યો, જ્યાં તેમણે ખેલાડીઓ સાથે વાતચીત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની યુકેના કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત, ગિલે જુઓ શું કહ્યું
                                                                                                                                                                                                                                                     Image source:Instagram/indiancricketteam

Team India meet King Charles III: ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટની ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. જ્યાં શુભમન ગિલના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેડની સામે ત્રીજી ટેસ્ટમાં 22 રનથી હારી ગઈ હતી. બીજી બાજુ મહિલા ટીમ ટી 20 સીરિઝમાં 3-2થી જીત મેળવ્યા બાદ વન ડે જીતવાની તૈયારી કરી રહી છે. ત્યારે હવે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના કોચ, સ્ટાફ, અન્ય સભ્ય અને BCCI અધિકારીએ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ-IIIની મુલાકાત લીધી હતી. આ ખાસ મુલાકાતમાં કેપ્ટન શુભમન ગિલ, વાઇસ કેપ્ટન રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. ક્લેરેન્સ હાઉસ ગાર્ડન ખાતે ટીમનો પરિચય કિંગ ચાર્લ્સ III સાથે કરાવ્યો, જ્યાં તેમણે ખેલાડીઓ સાથે વાતચીત કરી.

ભારતના કેપ્ટન શુભમન ગિલે કિંગ ચાર્લ્સ-IIIના મુલાકાત બાદ કહ્યું કે, 'કિંગ ચાર્લ્સ-III સાથે મુલાકાત થઈ અને તેમને મળીને ખૂબ જ સારું લાગ્યું, તેમણે અમને ફોન કરીને ખૂબ જ ઉદારતા દર્શાવી. અમારી વાતચીત ખૂબ જ સારી રહી. કિંગ ચાર્લ્સ-III અમને જણાવ્યું કે ત્રીજી ટેસ્ટ મેચમાં જે રીતે છેલ્લો બેટર આઉટ થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું.'

શુભમને વધુમાં કહ્યું કે, 'જે રીતે બોલ સ્ટમ્પ સાથે અથડાયો તે અમારી ટીમ માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ મેચ હતી. અમને આશા છે કે આગળની બે ટેસ્ટ મેચમાં અમારું નસીબ સારું રહેશે.' જે રીતે બંને ટીમો રમી છે, બંને ટીમોએ ખૂબ જ જોશ દર્શાવ્યો. અમે ખૂબ ગર્વ સાથે રમ્યા અને અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. આખરે, જ્યારે તમે પાંચ દિવસ સુધી ચાલનારી ટેસ્ટ મેચ રમો છો અને 20 રનથી હારી જાઓ, તો વિજેતા ટીમને ખાસ કરીને ખૂબ જ સારું લાગશે. અમે જ્યાં પણ જઈએ, અમને હંમેશા સારું સમર્થન મળે છે, જેનાથી અમે ખૂબ ભાગ્યશાળી અને નસીબદાર છીએ.'

બીજી તરફ ઇંગ્લેન્ડ સામે પહેલીવાર ટી20 સીરિઝ જીત્યા બાદ, ભારતીય મહિલા ટીમ બુધવારથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરિઝમાં મેજબાન ટીમ સામે  જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.