Get The App

ક્રિકેટમાં ICC દ્વારા ફેરબદલ: પાવરપ્લે, LBW, નો-બોલ કેચ સહિત 6 નિયમો બદલાયા

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટમાં ICC દ્વારા ફેરબદલ: પાવરપ્લે, LBW, નો-બોલ કેચ સહિત 6 નિયમો બદલાયા 1 - image


ICC New Cricket Rules 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પુરુષોના ક્રિકેટને લઈને 6 મોટા ફેરફારો કર્યા છે. આમાં ટેસ્ટ ક્રિકેટ ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ફેરફારનો સમાવેશ થાય છે, જેથી મેચને વધુ તટસ્થ બનાવી શકાય. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025થી 27 માટે ટેસ્ટ ક્રિકેટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ODI અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટના નિયમો બીજી જુલાઈ 2025થી સક્રિય રહેશે. ત્યારે ICCએ બદલેલા 6 મોટા નિયમો વિશે જણીએ....

ICCના છ મોટા ફેરફારો

•ICCએ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ કર્યો છે. હવે જો ફિલ્ડિંગ ટીમ ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લેશે, તો તેને બે વોર્નિંગ આપવામાં આવશે અને જો આ નિયમ તોડવામાં આવશે, તો દંડ તરીકે 5 રન કાપવામાં આવશે. આ નિયમ T20 અને ODI ક્રિકેટમાં પહેલાથી જ લાગુ છે.

•નવા નિયમ હેઠળ, ત્રણેય ફોર્મેટમાં ટૂંકા રન લેવા બદલ પાંચ રન કાપવાનો દંડ લાદવામાં આવ્યો હતો. હવે, જો બેટર વધારાનો રન ચોરી કરવા માટે રન પૂર્ણ ન કરે, તો અમ્પાયર ફિલ્ડિંગ ટીમને પૂછશે કે તેઓ પીચ પર હાજર બે બેટરમાંથી કોને સ્ટ્રાઇક પર ઇચ્છે છે. પાંચ રન કાપવાનો નિયમ પણ લાગુ રહેશે.

•બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે, પરંતુ જો થૂંક આકસ્મિક રીતે બોલ પર લાગી જાય, તો તેને બદલવાની જરૂર રહેશે નહીં. અમ્પાયર ફક્ત ત્યારે જ બોલ બદલશે જ્યારે બોલ ભીનો હશે અથવા વધારાની ચમક હશે. આ નિર્ણય અમ્પાયર પર આધાર રાખે છે.

•જો કેચ આઉટનો રિવ્યૂ ખોટો હોય, પરંતુ બોલ પેડ પર અથડાતો હોય, તો LBWની પણ તપાસ કરવામાં આવશે. જો બેટર LBW આઉટ થાય છે, તો તેને આઉટ આપવામાં આવશે. આ નિયમ ત્રણેય ફોર્મેટમાં પણ લાગુ પડશે.

•ICCએ નો બોલ કેચ માટે પણ એક નવો નિયમ બનાવ્યો છે. જો નો બોલ પર કેચ સાચો હોય, તો બેટિંગ કરનારી ટીમને નો બોલ માટે એક વધારાનો રન મળશે. જો કેચ સાચો ન હોય, તો ટીમને નો બોલ માટે એક રન અને દોડીને બનાવેલા રન મળશે. આ નિયમ ત્રણેય ફોર્મેટમાં લાગુ પડશે.

•ટી20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લેના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. આ નિયમ મુજબ, જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચની ઓવર ઓછી થાય છે, તો પાવરપ્લેની ઓવરો બોલના આધારે નક્કી કરવામાં આવશે.

ક્રિકેટમાં ICC દ્વારા ફેરબદલ: પાવરપ્લે, LBW, નો-બોલ કેચ સહિત 6 નિયમો બદલાયા 2 - image




Tags :