Get The App

ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ, વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T20માં થશે ટક્કર, જયસ્વાલને મોકો મળી શકે

આજની મેચમાં ભારતીય ટીમની કરો યા મારોની સ્થિતિ રહેશે

બીજી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 2 વિકેટે હરાવ્યું હતું

Updated: Aug 8th, 2023

GS TEAM

Google News
Google News

ભારત માટે આજે કરો યા મરોની સ્થિતિ, વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી T20માં થશે ટક્કર, જયસ્વાલને મોકો મળી શકે 1 - image

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની આજે ત્રીજી મેચ રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે સિરીઝની બાકીની ત્રણ મેચ કરો યા મરો જેવી હશે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે સિરીઝમાં 2-0ની લીડ જાળવી રાખવા માટે શરૂઆતની બંને મેચો જીતી લીધી છે. સિરીઝની આ ત્રીજી મેચ ગુયાનામાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. આ મેચમાં ભારતીય સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. જો આમ થશે તો T20 ફોર્મેટમાં આ તેની ડેબ્યૂ મેચ હશે.

વેસ્ટ ઈન્ડિઝે 2016થી ભારત સામે T20I સિરીઝ નથી જીતી

બીજી T20માં જીત બાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે કહ્યું હતું કે તે વર્ષ 2016 પછી પહેલીવાર ભારત સામે T20 સિરીઝ જીતશે. દ્વિપક્ષીય સિરીઝમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝે ભારતને સતત બે T20 મેચમાં હરાવ્યું છે.

હેડ ટુ હેડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 27 વખત ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 17 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 9 મેચ જીતી છે. આ સિવાય એક મેચનું પરિણામ ન નીકળ્યું હતું.

સ્પિનરોને વધુ મદદ મળી શકે છે

ગયાનાના આ જ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 રમાઈ હતી, જે વેસ્ટ ઇન્ડીઝે બે વિકેટે જીતી હતી. આ મેદાન પર સ્પિનરોને વધુ મદદ મળે છે, કારણ કે આ પિચ પર બાઉન્સ ખૂબ જ વધારે છે. જો કે અહીં લક્ષ્યનો પીછો કરવો થોડો સરળ છે. તેને જોતા ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોની સ્કોડ

ભારત

યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, તિલક વર્મા

વેસ્ટ ઈન્ડિઝ

કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wkt), શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ઓશેન થોમસ, બ્રેન્ડન કિંગ, ઓડિયન સ્મિથ, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ

Tags :