Get The App

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને 1 - image


IND vs PAK T20 World Cup : રવિવારે (15 ફેબ્રુઆરી) આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ મેચને કારણે શ્રીલંકાના પ્રવાસન અને એડવર્ટાઈઝિંગ માર્કેટમાં 'સુનામી' આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

હોટલ અને ફ્લાઈટના ભાવમાં અધધ વધારો

મેચ જોવા માટે હજારો ભારતીય ચાહકો કોલંબો પહોંચી રહ્યા છે, જેને પગલે હવાઈ મુસાફરી અને હોટલના ભાડામાં ભારે ઉછાળો આવ્યો છે: ચેન્નાઈ અને દિલ્હીથી કોલંબોની ટિકિટના ભાવમાં 50% થી 300% સુધીનો વધારો થયો છે. સામાન્ય રીતે મળતી ટિકિટ હવે ₹55,000 થી ₹63,000 સુધી પહોંચી ગઈ છે. કોલંબોની લક્ઝરી હોટલોમાં એક રાત્રિનું ભાડું ₹55,000 થી લઈને ₹1.50 લાખને પાર કરી ગયું છે. પ્રીમિયમ હોટલો અત્યારથી જ 'હાઉસફુલ' છે.

એડવર્ટાઈઝિંગ માર્કેટમાં સોનાનો સૂરજ

- ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાત આપવા માટે કંપનીઓ પાણીની જેમ પૈસા વહાવી રહી છે.

- TV એડ રેટ: 10 સેકન્ડના એડ સ્લોટનો ભાવ ₹30 થી 40 લાખ સુધી પહોંચી ગયો છે.

- ડિજિટલ સ્લોટ: જિયોહોટસ્ટાર પર 10 સેકન્ડની એડ માટે ₹15-20 લાખ વસૂલવામાં આવી રહ્યા છે.

બ્રોડકાસ્ટરની કમાણી: જિયોસ્ટાર આ ટૂર્નામેન્ટમાંથી અંદાજે 2000 કરોડ રૂપિયાની એડ આવક કરે તેવી શક્યતા છે. ઓટોમોબાઈલ, FMCG અને ફાયનાન્સ કંપનીઓ જાહેરાત આપવામાં મોખરે છે.

શ્રીલંકાના અર્થતંત્ર માટે આશીર્વાદ

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકા માટે આ મેચ 'બુસ્ટર ડોઝ' સાબિત થઈ રહી છે. ફેબ્રુઆરીના પ્રથમ 10 દિવસમાં આવેલા 1 લાખ પ્રવાસીઓમાંથી 20% પ્રવાસીઓ માત્ર ભારત-પાક મેચ માટે આવ્યા છે. શ્રીલંકા હવે દક્ષિણ એશિયાના સુરક્ષિત અને તટસ્થ ક્રિકેટ વેન્યુ તરીકે ઉભરી રહ્યું છે.