Get The App

IND vs PAK: અભિષેક શર્મા રમશે કે નહીં? સૂર્યકુમારે કર્યું કન્ફર્મ, હેન્ડશેક મામલે પણ મોટું નિવેદન

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
IND vs PAK: અભિષેક શર્મા રમશે કે નહીં? સૂર્યકુમારે કર્યું કન્ફર્મ, હેન્ડશેક મામલે પણ મોટું નિવેદન 1 - image

India vs Pakistan T20 WC: ટી20 વર્લ્ડકપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ રમાશે. શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેચ પહેલા સૂર્યકુમાર યાદવે પત્રકાર પરિષદમાં અભિષેક શર્માની ફિટનેસ મામલે મોટું નિવેદન આપ્યું છે. 

અભિષેક શર્મા આવતીકાલની મેચ, સૂર્યકુમાર યાદવે કર્યું કન્ફર્મ

બીમારીના કારણે ટીમથી બહાર ચાલી રહેલો અભિષેક શર્મા આવતીકાલની મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ-11માં અભિષેક શર્માની જગ્યા પર મહોર મારતા કહ્યું છે કે, પાકિસ્તાનનો કેપ્ટન ઈચ્છતો હોય કે અભિષેક શર્મા રમે, તો એ જરૂર રમશે. નોંધનીય છે કે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ હાલમાં જ કહ્યું હતું કે, અમે સૌ જાણીએ છીએ કે અભિષેક શર્મા સારો ખેલાડી છે. મારી ઈચ્છા છે કે તે મેચ રમે કારણ કે અમે બેસ્ટ ખેલાડીઓ સામે રમવા માંગીએ છીએ. હું આશા રાખું છું કે તે સાજો થઈ જાય. નોંધનીય છે જે અમેરિકા સામેની મેચ પહેલા જ અભિષેક શર્માની તબિયત લથડી હતી જે બાદ તે હોસ્પિટલમાં દાખલ હતો. નામીબિયા સામેની મેચમાં અભિષેકને આરામ આપવામાં આવ્યો હતો. 

પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવા અંગે પણ આપ્યો જવાબ

ભારતના ખેલાડીઓ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં તે અંગે સવાલનો જવાબ આપતા સૂર્યકુમારે કહ્યું કે, 24 કલાક રાહ જુઓ. અમે સારું રમીશું પછી નિર્ણય લઈશું. ડિનર કરો, સારી ઊંઘ લો, 24 કલાક પછી ખબર પડી જશે. 

પાકિસ્તાનની ટીમને વારંવાર શ્રીલંકામાં રમવાનો ફાયદો: સૂર્યકુમાર યાદવ 

કુલદીપ યાદવ રમશે કે નહીં તે સવાલ પર સૂર્યકુમાર યાદવે કહ્યું કે, આ કોઈ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ નથી. મેચના આધારે કોમ્બિનેશન બનાવવા પડે છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, અમે બે મેચ રમી ચૂક્યા છીએ અને હવે જાણીએ છીએ કે શેમાં સુધારો કરવાની જરૂર છે. પરિસ્થિતિ અનુસાર ઢળી જવું અગત્યનું છે. અહીં બાઉન્ડ્રી પણ મોટી છે. સૂર્યકુમારે વધુમાં કહ્યું કે, અમે અમારી લય જાળવી રાખવા માંગીએ છીએ. અમે પોતાની તાકાત પર ધ્યાન આપીએ છીએ, વિપક્ષી ટીમના દેખાવ પર નહીં. જે સારું રમશે તે જીતશે. તેઓ ( પાકિસ્તાનન ) અહીં ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે, તેનો તેમને ફાયદો છે. પણ અમારું ધ્યાન તેમના પર નહીં પણ અમારી વ્યૂહનીતિ પર કેન્દ્રિત રાખીએ છીએ. 

પ્લેઈંગ-11 અને પિચ અંગે આપ્યો જવાબ

મેચના પ્રેશર અંગે વાત કરતાં સૂર્યકુમારે કહ્યું કે, જ્યાં દબાણ ન હોય ત્યાં મજા નથી આવતી. તેમની બોલિંગ અને બેટિંગનું કોમ્બિનેશન સારું છે. અમે તેના વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા છીએ. મેદાન પણ જોવામાં સુંદર લાગી રહ્યું છે. બુમરાહ પાવરપ્લેમાં માત્ર એક જ ઓવર નાંખે છે, તેના પર સૂર્યકુમારે કહ્યું કે, હું શાનદાર બોલિંગ યુનિટ બનાવવા માટેની યોજના બનાવી રહ્યો છે. દરેક મેચ અલગ સ્ટ્રેટેજી હોય છે. પ્લેઈંગ-11 અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું કે, એશિયા કપ જેવી જ સ્થિતિ છે. તેથી કદાચમાં અમે અત્યારે છે એ જ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરીશું. પિચ દુબઈની સરખામણીએ થોડી સારી હશે, પણ નિર્ણય લેવો અઘરો છે. 

પાકિસ્તાને કર્યો હતો બૉયકોટ ડ્રામા

નોંધનીય છે કે ટી20 વર્લ્ડકપ શરૂ થયું તે પહેલા પાકિસ્તાને હાઈવૉલ્ટેજ ડ્રામા કર્યો હતો. ભારત ન આવવાની જીદ કરી રહેલા બાંગ્લાદેશને ટુર્નામેન્ટની બહાર કરી દેવામાં આવ્યું હતું. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC સામે બાંયો ચડાવી અને જાહેરાત કરી કે તેમની ટીમ ભારત સાથે મેચ નહીં રમે. જોકે બાદમાં દબાણ વધતાં બૉયકોટ ડ્રામાનો અંત આવ્યો અને છેવટે ભારત સાથે મેચ રમવાની જાહેરાત કરી.