સ્ટેડિયમની બહાર જોવા મળ્યો 'કોહલી'! ક્રિકેટરના ડુપ્લિકેટને લોકોએ કેમેરામાં કેદ કર્યો, જુઓ VIDEO
ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધી 7 વખત ટક્કર થઇ ચુકી છે
IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. તે પહેલા લોકો ભારતીય ટીમના સમર્થનમાં સ્ટેડિયમની બહાર એકઠા થઇ રહ્યા છે. ભારત- પાકિસ્તાનની આ ODI World Cupમાં ત્રીજી મેચ છે. આજની આ રોમાંચક મેચ જોવા ક્રિકેટ ચાહકો દુનિયાભરથી અમદાવાદમાં ભેગા થયા છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને હાલ દુનિયાના સર્વશ્રેઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે. હાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વિરાટ કોહલી તેના ફેન્સ સાથે સેલ્ફી લઇ રહ્યો છે. જો કે તે વિરાટ કોહલી નહીં પરંતુ તેનો ડુપ્લિકેટ છે.
લોકોએ વિરાટને ડુપ્લિકેટને ખભા પર ઉઠાવ્યો
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટના ફેન્સ ખુબ મોટી સંખ્યા(Virat Kohli Duplicate)માં ડુપ્લિકેટ વિરાટ કોહલી સાથે ફોટો પડાવવા એકઠા થઇ રહ્યા છે. લોકોનો જમાવડો જોઇને તો એવું જ લાગે છે કે તે સાચે જ વિરાટ કોહલી છે. પરંતુ તે વિરાટ નહીં તેનો ડુપ્લિકેટ છે. ફોટો પડાવવા દરમિયાન કેટલાંક ફેન્સે ર્તેને ખભા પર ઉઠાવી લીધો હતો.
ભારતે સતત 7 વખત પાકિસ્તાનને હરાવ્યું
ભારત-પાકિસ્તાન મેચ માટે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1,00,000થી વધુ લોકો એકઠા થશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ખુબ આતુરતાથી આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે. મેચની તમામ ટિકીટો વેચાઈ ચુકી છે અને અમદાવાદની એક પણ હોટેલમાં રૂમ બાકી રહ્યા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે જેમાં ભારતે સતત 7 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. ભૂતકાળના આંકડાઓથી લઈને વર્તમાન ફોર્મ સુધી દરેક પરિબળ ટીમ ઈન્ડિયાની જીત તરફ ઈશારો કરી રહ્યા છે.