...જ્યારે ધોનીએ શ્રીલંકા સામે 'ગન સેલિબ્રેશન' કર્યું હતું, અનેક ખેલાડીઓ પણ રહ્યા છે ચર્ચામાં
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આ લિસ્ટમાં આગળ છે. 31 ઓક્ટોબર 2005માં ધોનીએ શ્રીલંકા સામે જયપુરની વનડેમાં નોટઆઉટ 183 રન બનાવ્યા હતા. આ ધોનીનો 50 ઓવર્સની ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર છે. જ્યારે ધોનીએ આ મેચમાં સેન્ચુરી ફટકારી, ત્યારે તેણે 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. ધોનીનું આ સેલિબ્રેશન ભારતીય સેના પ્રત્યેના સમર્પણ અને જોડાણથી પ્રેરિત હતી. જણાવી દઈએ કે ધોનીને વર્ષ 2011માં ટેરિટોરિયલ આર્મી લેફટેનન્ટ કર્નલનું માનદ પદ પ્રાપ્ત થયું હતું.
થિલન સમરવીરા
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર થિલન સમરવીરા પણ આ રીતે ઉજવણી કરતો હતો. સમરવીરાએ વર્ષ 2009માં પાકિસ્તાન સામે લાહોરની ટેસ્ટ મેચમાં બેવડી સેન્ચુરી ફટકારી ઉજવણી કરી હતી. આ એ જ ટેસ્ટ મેચ હતી જેમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો. મેચ રમાઈ રહી હતી તે દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો અને હુમલામાં થિલન સમરવીરાના પગમાં ગોળી વાગી હતી. ડિસેમ્બર 2011માં સાઉથ આફ્રિકા સામે ડરબન ટેસ્ટ મચમાં સેન્ચુરી ઇનિંગ રમ્યા પછી સમરવીરાએ 'ગન સેલિબ્રેશન' કર્યું હતું.
રિલી રોસો
IPL 2024માં પંજાબ કિંગ્સના બેટર રિલી રોસોએ RCB સામે હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ તેણે બેટને બંદૂકની જેમ પકડીને ઉજવણી કરી હતી. જ્યારે રિલી રોસો આ મેચમાં આઉટ થયો ત્યારે વિરાટ કોહલીએ તેની નકલ ઉતારી હતી.
ટેમ્બા બાવુમા
WTC 2023-25ની ફાઇનલમાં જીત પછી સાઉથ આફ્રીકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનું સેલિબ્રેશન પણ જોવાલાયક હતું. બાવુમાએ WTCમાં બેટને ખભા પર મૂકી બંદૂકની જેમ 'ફાયર' કરતો જોવા મળ્યો હતો.