'અરે યે ફીર આ ગયા...' પાકિસ્તાન એશિયા કપની ફાઇનલમાં પહોંચતા જ ઇન્ટરનેટ પર મીમ્સનું પૂર
India vs Pakistan Memes: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જોકે, આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાઇરલ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે ફાઇનલ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. નોંધનીય છે કે, આ પહેલી વાર છે જ્યારે બંને દેશો એશિયા કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.
બધાની નજર હવે 28મી સપ્ટેમ્બરના રોજ રમાનારી ફાઇનલ પર છે, જ્યાં બે કટ્ટર હરીફ ફરી એકવાર આમને-સામને થશે. હંમેશની જેમ આ વખતે પણ ટક્કર માત્ર મેદાન પૂરતી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર મીમ્સની લડાઈ હશે.
ખાસ વાત એ છે કે એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બંને દેશો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમ આઠ વખત ચેમ્પિયન બની છે. એશિયા કપના ODI ફોર્મેટમાં સાત વખત અને T20 ફોર્મેટમાં એક વખત.
આ પણ વાંચો: શોએબ અખ્તર ટીમ ઈન્ડિયાના આ ખેલાડીથી ગભરાયો, પાકિસ્તાની ટીમને આપી સલાહ
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં ઘણાં વિવાદો જોવા મળ્યા હતા. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)માં ફરિયાદ નોંધાવી છે.