Sports

કોહલીએ ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી તોડ્યા અનેક રેકોર્ડ, સેહવાગ-પોન્ટિંગને પણ પાછળ છોડ્યા

By GS TEAM
18 Jan 20262 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 54મી વનડે સદી ફટકારી હતી. જોકે, કોહલીની 124 રનની લડાયક ઈનિંગ છતાં ભારત આ મેચ 41 રને હારી ગયું હતું અને પ્રવાસી કીવી ટીમે 2-1થી શ્રેણી જીતીને ભારતીય ધરતી પર ઈતિહાસ રચ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કોહલીએ ઈતિહાસ રચ્યો, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી તોડ્યા અનેક રેકોર્ડ, સેહવાગ-પોન્ટિંગને પણ પાછળ છોડ્યા

India vs New Zealand ODI, Virat Kohli Record : ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 54મી વનડે સદી ફટકારી હતી. જોકે, કોહલીની 124 રનની લડાયક ઈનિંગ છતાં ભારત આ મેચ 41 રને હારી ગયું હતું અને પ્રવાસી કીવી ટીમે 2-1થી શ્રેણી જીતીને ભારતીય ધરતી પર ઈતિહાસ રચ્યો હતો.

કોહલીએ નોંધાવ્યા અનેક રેકોર્ડ

ઈન્દોરના મેદાન પર વિરાટ કોહલીએ માત્ર 91 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે કુલ 108 બોલમાં 124 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ દરમિયાન કોહલીએ અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો : India vs New Zealand : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની હાર, કોહલીની સદી બેકાર, ન્યૂઝીલેન્ડે સીરિઝ જીતી રચ્યો ઈતિહાસ

• ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી: કોહલી હવે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગ (6-6 સદી) ને પાછળ છોડી દીધા છે.

• નંબર 3 પર રનનો પહાડ: વનડે ક્રિકેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા કોહલીએ હવે સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના 12,655 રનના આંકડાને વટાવી દીધો છે.

• ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 85મી સદી: કોહલીની આ 85મી આંતરરાષ્ટ્રીય સદી હતી (વનડે-54, ટેસ્ટ-30, T20I-1). લિસ્ટ-એ ક્રિકેટમાં હવે તેના નામે કુલ 58 સદી નોંધાઈ ગઈ છે.

• સૌથી વધુ વેન્યુ પર સદી: કોહલીએ હવે વનડેમાં 35 અલગ-અલગ સ્ટેડિયમ (વેન્યુ) પર સદી ફટકારી છે, જે વિશ્વમાં કોઈ પણ બેટ્સમેન માટે સૌથી વધુ છે. આ બાબતે તેણે સચિન તેંડુલકર (34 વેન્યુ) નો રેકોર્ડ તોડ્યો છે.

ભારતની લડત અને શ્રેણીનું પરિણામ

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 337 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં ડેરીલ મિશેલે 137 અને ગ્લેન ફિલિપ્સે 106 રન ફટકાર્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયા 46 ઓવરમાં 296 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કોહલી ઉપરાંત નીતીશ કુમાર રેડ્ડી (53) અને હર્ષિત રાણા (52) એ અડધી સદી ફટકારી હતી, પરંતુ મધ્યક્રમના ધબડકાને કારણે ભારત લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નહીં. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ભારતમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો : Vijay Hazare Trophy : વિદર્ભ ચેમ્પિયન, વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રને હરાવ્યું, અર્થવની દમદાર સદી