ભારતે ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવી શ્રેણી 2-1થી જીતી
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 3 T20 શ્રેણીની છેલ્લી મેચમાં શુભમન ગીલની ધમાકેદાર બેટીંગ
શુભમન ગીલે મેદાનની ચારેકોર ફોર-સિક્સનો વરસાદ કરી ફટકાર્યા 126 રન
Image - ICC Twitter |
અમદાવાદ, તા.01 ફેબ્રુઆરી-2023, બુધવાર
આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય સફળ થયો છે. શુભમન ગીલની ધમાકેદાર બેટીંગના કારણે ભારત ન્યુઝીલેન્ડ સામે મજબુત રન બનાવવા સફળ થયું છે. શુભમન ગીલે આ મેચમાં 63 બોલમાં 7 સિક્સ અને 12 ફોર ફટકારી 126 રને અણનમ રહ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન કરી ન્યુઝીલેન્ડને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. દરમિયાન પ્રથમ ટી-20માં ન્યુઝીલેન્ડને 21 રને જ્યારે બીજી ટી20 મેચમાં ભારતને 6 વિકેટે વિજય થતાં બંને દેશો માટે આ મેચ જીતવી નિર્ણાયક બની છે. બંને ટીમે શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે.
ભારતે ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી છે.
- ન્યુઝીલેન્ડનો સ્કોર: 05 ઓવરમાં 23/5
- ન્યુઝીલેન્ડનો સ્કોર: 12 ઓવરમાં 66/10
- ભારતનો સ્કોર: 20 ઓવરમાં 234/4
- ભારતનો સ્કોર : 15 ઓવરમાં 156/3
- ભારતનો સ્કોર : 10 ઓવરમાં 102/2
- ભારતનો સ્કોર : 05 ઓવરમાં 44/1
હાર્દિક પંડ્યા 30 રન બનાવી આઉટ
ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા 17 બોલમાં 30 રન બનાવી મિશેલ સેન્ટનરની બોલીંગમાં માઈકલ બ્રેસવેલને કેચ આપી બેઠો હતો. હાર્દિક પંડ્યા અને શુભમન ગીલ વચ્ચે 100થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.
શુભમન ગીલની ધમાકેદાર બેટીંગ : કેરીયરની પ્રથમ T20 સદી ફટકારી
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરઝની ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતીય ખેલાડી શુભમન ગીલે ધમાકેદાર બેટીંગ કરી સદી પૂરી કરી છે. ગીલે તેની T20 કેરિયરની પ્રથમ T20 સદી ફટકારી છે. શુભમન ગીલે 54 બોલમાં 6 સિક્સ અને 10 ફોર ફટકારી સદી પુરી કરી છે.
રાહુલ ત્રિપાઠી - સૂર્યકુમાર યાદવ આઉટ
રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 3 સિક્સ, 4 ફોર સાથે 44 રન ફટકારી ઈશ સોઢીની ઓવરમાં કેચ આઉટ થયો છે. તો સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 2 સિક્સ અને 1 ફોર સાથે ધમાકેદાર 24 રન કરી બ્લેર ટિકનરની બોલિંગમાં માઈકલ બ્રેસવેલને કેચ આપી બેઠો હતો.
ભારતની પહેલી વિકેટ પડી, ઈશાન સસ્તામાં આઉટ
ભારતીય ટીમનો ઓપનર ખેલાડી ઈશાન કિશન ફરી સસ્તામાં આઉટ થયો છે. ઈશાન કિશન માત્ર 1 રન બનાવી પેવેલીયન ભેગો થઈ ગયો છે. ઈશાનને ન્યુઝીલેન્ડના બોલર બ્રેસવેલે LBW આઉટ કર્યો છે. ભારતીય ટીમને પ્રથમ વિકેટ 7 રને પડી છે. ઈશાન કિશન ઘણા સમયથી ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં માત્ર 4 રન તો બીજી ટી20 મેચમાં 19 રન તેમજ આજની ત્રીજી મેચમાં માત્ર 1 રન બનાવી આઉટ થયો છે. આ સાથે તેણે ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરિઝમાં કુલ 24 રન બનાવ્યા છે.
ભારતીય ટીમમાં શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે.
ન્યુઝીલેન્ડ ટીમમાં ફિન એલન, ડેવોન કોનવે (વિકેટ કીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર અને બ્લેર ટિકનરનો સમાવેશ થાય ચે.
BCCIએ શેર કરી પ્લેઈંગ-11
ભારતીય ટીમમાં એક ફેરફાર
ભારતીય સુકાની હાર્દિક પંડ્યાએ આ નિર્ણાયક મેચમાં પ્લેઈંગ-11માં એક મોટો ફેરફાર કર્યો છે. સ્પિનર યઝુવેન્દ્ર ચહલની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક અપાઈ છે.