Get The App

IND vs NZ T20 Match : ભારત જીતની નજીક, ન્યૂઝીલેન્ડની 5 વિકેટ પડી, 18 બોલમાં 73 રનની જરૂર

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
IND vs NZ T20 Match : ભારત જીતની નજીક, ન્યૂઝીલેન્ડની 5 વિકેટ પડી, 18 બોલમાં 73 રનની જરૂર 1 - image


India vs New Zealand First T20 Cricket Match Score : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ ટી20 મેચોની સીરિઝ શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થઈ રહી હોવાથી આ સીરિઝ ખૂબ જ મહત્ત્વની છે. વર્લ્ડકપ પહેલા બેટર, બોલરોને પોતાની પ્રતિભા દેખાડવાની અને ટીમની મજબૂતી દેખાડવાની આ છેલ્લી તક છે.

ન્યૂઝીલેન્ડનો સ્કોર...

વિકેટ 1 : ન્યૂઝીલેન્ડને 0.2 ઓવરમાં પહેલી વિકેટ પડતા મોટો ઝટકો લાગ્યો છે. અર્શદિપ સિંહે ડેવેને કોન્વેને શૂન્ય રને આઉટ કર્યો છે.

વિકેટ 2 : હાર્દિક પંડ્યાએ 1.3 ઓવરમાં ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પાડી છે. હાર્દિકે રચિન રવિન્દ્રને માત્ર એક રનમાં પેવેલિયન ભેગો કરી દીધો છે.

5 ઓવરે સ્કોર : ન્યૂઝીલેન્ડે પાંચ ઓવરમાં બે વિકેટે 39 રન નોંધાવ્યા છે.

વિકેટ 3 : ન્યૂઝીલેન્ડની 6.3 ઓવરે ત્રીજી વિકેટ પડી છે. વરુણ ચક્રવર્તીની બોલિંગમાં શિવમ દુબેએ ટીમ રોબિન્સનને કેચ આઉટ કર્યો છે. રોબિન્સને 15 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 21 રન નોંધાવ્યા છે.

10 ઓવરે સ્કોર : ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવરમાં 87/3 પર પહોંચ્યો છે.

વિકેટ 4 : અક્ષર પટેલે 13.3 ઓવરે ન્યૂઝીલેન્ડના વિસ્ફોટ બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને 78 રને આઉટ કર્યો છે. ફિલિપ્સે 40 બોલમાં ચાર ફોર અને છ સિક્સ ફટકારી દમદાર બેટિંગ કરી છે.

વિકેટ 5 : વરૂણે ન્યૂઝીલેન્ડ સામે બીજી વિકેટ ઝડપી છે. તેણે માર્ક ચેપમેનને આઉટ કર્યો છે. ચેપમેને 24 બોલમાં ચાર ફોર અને બે સિક્સ ફટકારી 39 રન નોંધાવ્યા છે. તે અભિષેકને હાથે કેચ આઉટ થયો છે.

15 ઓવરે સ્કોર : ન્યૂઝીલેન્ડનો સ્કોર 15 ઓવરમાં 144/5

ભારતનો સ્કોર...

વિકેટ 1 : ભારતની 1.5 ઓવરમાં 18 રને પહેલી વિકેટ પડી છે. સંજૂ સેમસન માત્ર 10 રન બનાવીને આઉટ થયો છે. કાયલ જેમિનસની ઓવરમાં રવિન્દ્રાએ કેચ કરતા સેમસન આઉટ થયો છે.

વિકેટ 2 : ભારતે નબળી શરૂઆત કરી હોય તેમ 2.5 ઓવરમાં 27 રને બીજી વિકેટ પડી છે. સંજૂ બાદ ઈશાન કિશન સસ્તામાં આઉટ થયો છે. જેકપ ડફીની બોલિંગમાં કિશન ચેપમેનને કેચ દઈ બેઠો છે.

5 ઓવરે સ્કોર : ભારતે પાંચ ઓવરમાં બે વિકેટે 54 રન નોંધાવ્યા છે.

અભિષેકની ફિફ્ટી : સંજુ અને ઈશાન ફેલ થયા બાદ અભિષેક શર્માએ દમદાર બેટિંગ કરી છે. તેણે 22 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકારી 50 રન નોંધાવ્યા છે.

વર્લ્ડ નંબર 1 અભિષેક શર્મા : ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી અર્ધી સદી ફટકારનારો ભારતીય બેટર બન્યો, પ્રથમ T20માં 22 બોલમાં ફિફ્ટી પુરી કરી

10 ઓવરે સ્કોર : ભારતનો સ્કોર 10 ઓવરમાં 177 રને પહોંચી ગયો છે. મેચમાં અભિષેકે ફિફ્ટી ફટકારી છે, તો સૂર્યકુમાર યાદવ પણ દમદાર બેટિંગ કરી રહ્યો છે.

વિકેટ 3 : 10.4 ઓવરમાં 126 રને ભારતની ત્રીજી વિકેટ તરીકે કેપ્ટન સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે. સૂર્યાએ 22 બોલમાં ચાર ફોર અને એક સિક્સ નોંધાવી 32 રન નોંધાવ્યા છે. સૂર્યાએ અભિષેક સાથે 99 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિ પર પહોંચાડી છે.

વિકેટ 4 : 12મી ઓવરમાં 149 રને ચોથી વિકેટ પડી છે. અભિષેક શર્મા દમદાર બેટિંગ કર્યા બાદ માત્ર 35 બોલમાં 8 સિક્સ અને 5 ફોર ફટકારી 84 રને આઉટ થયો છે. ઈશ શોધીની બોલિંગમાં જેમિન્સને અભિષેકનો કેચ કર્યો છે.

વિકેટ 5 : 13.4 ઓવરમાં 166 રને ભારતની પાંચ વિકેટ પડી છે. સંજૂ, ઈશાન બાદ શિવમ દુબે પણ સસ્તામાં આઉટ થઈ ગયો છે. જેમિનસનની બોલિંગ શિવમ ચાર બોલમાં એક ફોર ફટકારી 9 રને આઉટ થયો છે. 

15 ઓવરે સ્કોર : ભારતનો સ્કોર 10 ઓવરે પાંચ વિકેટે 182 રન થયો છે. હાલ હાર્દિક પંડ્યા અને રિંકુ સિંઘ ક્રિઝ પર છે.

વિકેટ 6 : 15.4 ઓવરમાં 185 રને ભારતની છઠ્ઠી વિકેટ પડી છે. ડફીની ઓવરમાં હાર્દિક પંડ્યા 16 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી 25 રને આઉટ થયો છે. 

વિકેટ 7 : 17.5 ઓવરમાં 209 રને સાતમી વિકેટ પડી છે. અક્ષર પટેલ પાંચ બોલમાં પાંચ કેચ આઉટ થયો છે. ક્રિસ્ટીન ક્લાર્કની બોલિંગમાં મિશેલે અક્ષરનો કેચ કર્યો છે.

ભારતને ન્યૂઝીલેન્ડને જીતવા માટે આપ્યો 239 રનનો ટાર્ગેટ : ભારતને નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 238 રન નોંધાવ્યા છે. રિંકુ સિંહ 20 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ ફટકારી 44 રને અણનમ રહ્યો છે, જ્યારે અર્શદિપ સિંહે છ બોલમાં એક ફોર ફટકારી છ રન નોંધાવ્યા છે.

રેકોર્ડ : IND vs NZ: T20માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો સ્કોર, પ્રથમ મેચમાં 14 છગ્ગા સાથે 238 રન બનાવ્યા છે.

-----------------------------------

અભિષેકે રેકોર્ડ નોંધાવ્યો

T20 રેન્કિંગમાં નંબર વન બેટર અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં છવાઈ ગયો. એક તરફ નિયમિત ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડતી હોવા છતાં તેણે બીજા છેડે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર 22 બોલમાં તેણે અર્ધી સદી ફટકારી હતી. આ સાથે બ્લેક કેપ્સ સામે T20માં તે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો ભારતીય બેટર બન્યો હતો. તેણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા. 

બે વર્ષ બાદ તક મલી છતાં ઈશાન ફેલ

આ મેચમાં ઇશાન કિશન 785 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતર્યો હતો. જો કે તે બે વર્ષ બાદ મળેલી આ તક ઝડપી શક્યો નહોતો અને માત્ર 8 રને આઉટ થયો હતો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા.

ન્યુઝીલેન્ડની ટીમ : મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, બેવન જેકોબ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ રોબિન્સન, જીમી નીશમ, ઈશ સોઢી, જેક ફોલ્ક્સ, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, રચિન રવીન્દ્ર, કાઈલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી, ક્રિસ્ટિયન ક્લાર્ક.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20નો રેકોર્ડ

  • બંને દેશો કુલ 25 T20 રમી
  • ભારતે 12 મેચો જીતી
  • ન્યૂઝીલેન્ડે 10 મેચ જીટી
  • ત્રણ મેચો ટાઈ થઈ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પાંચ T20I

ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન આજથી T20I શ્રેણી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચેની પ્રથમ મેચ આજે (21 જાન્યુઆરી) નાગપુરમાં સરૂ થઈ ગઈ છે. આ શ્રેણીની બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં અને ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત થશે. ત્યારબાદ ચોથી T20I મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી થવાનું જોખમ વધ્યું, જાણો ICCએ શું કહ્યું