Get The App

5 મેચ રમવા 3 મહિના : ભારત-ઇંગ્લેન્ડ સીરિઝના શિડ્યુલ પર ભડક્યા લોકો

25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે

આ સીરિઝ બંને ટીમો માટે ઘણી મહત્વની, પરતું સીરિઝના શિડ્યુલને લઈને ઉભા થઇ રહ્યા છે સવાલો

Updated: Jan 20th, 2024

GS TEAM


Google News
Google News
5 મેચ રમવા 3 મહિના : ભારત-ઇંગ્લેન્ડ સીરિઝના શિડ્યુલ પર ભડક્યા લોકો 1 - image


India vs England test series: હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ પૂરી કરી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ 3-0થી જીત મેળવી હતી. હવે ટીમ ઇન્ડિયા સામે નવો પડકાર ઈંગ્લેન્ડનો છે. જેમાં હવે 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. પરંતુ આ સીરિઝને લઈને તેની સમય મર્યાદા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન આ ટેસ્ટ સીરિઝ પૂરી કરવામાં  ત્રણ મહિનાનો સમય લાગશે તે છે.  

આવો રહેશે ત્રણ મહિનાનો કાર્યક્રમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના શેડ્યૂલ પર નજર કરીએ તો તેમાં ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે. એવા અહેવાલો છે કે 20 જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયાનો કેમ્પ હૈદરાબાદમાં શરૂ થશે. મતલબ કે ટીમ ઈન્ડિયા આજથી ટેસ્ટ મેચની તૈયારીઓમાં લાગી જશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 થી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે. બીજી મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે. જયારે ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી વચ્ચે રાજકોટમાં રમાશે. ચોથી ટેસ્ટ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પછીની છેલ્લી ટેસ્ટ મેચમાં 7 થી 11 માર્ચ સુધી ધર્મશાલામાં રમાશે.

પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

જો કે બંને ટીમે જાન્યુઆરીના મધ્યથી આ સીરિઝની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમજ આ સીરિઝ માર્ચના બીજા સપ્તાહમાં પૂરી થશે એટલે કે બંને ટીમ આ સીરિઝના પાંચ મેચ રમવા માટે ત્રણ મહિનાનો સમય લેશે. એક સીરિઝ માટે ત્રણ મહિનાનો સમય લેવો યોગ્ય છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શી આ સીરિઝ ટૂંકી અને ઓછા સમયમાં પૂરી થઈ શકી હોત? માત્ર પ્રથમ અને બીજી મેચ વચ્ચે જ ત્રણ દિવસનું અંતર છે. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ વચ્ચે આઠ દિવસનો ગેપ છે. તેમજ ચોથી અને પાંચમી ટેસ્ટ મેચમાં પણ છ દિવસનું અંતર છે. 

ભારત માટે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ મહત્ત્વની શા માટે?

ભારતીય ટીમ હાલમાં જ સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી પરત ફરી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરિઝ રમી હતી. આ સીરિઝ 1-1 થી બરાબર રહી હતી. ઈંગ્લેન્ડ સામેની સીરિઝ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઈંગ્લેન્ડ સામેની સીરિઝ જીતવી પડશે. હાલમાં ઈંગ્લેન્ડ એવી ટીમ છે જે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારથી બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા અને બ્રેન્ડન મેક્કુલમ ટીમના કોચ બન્યા ત્યારથી ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ સીરિઝ હારી નથી.

5 મેચ રમવા 3 મહિના : ભારત-ઇંગ્લેન્ડ સીરિઝના શિડ્યુલ પર ભડક્યા લોકો 2 - image

Tags :