Get The App

IND vs ENG : ભારતનો ઐતિહાસિક વિજય, ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ, શ્રેણીનો 2-2થી અંત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG : ભારતનો ઐતિહાસિક વિજય, ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ, શ્રેણીનો 2-2થી અંત 1 - image


India vs England 5th Test : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે લંડનના ઓવલના મેદાનમાં રમાયેલી મેચમાં ઇંગ્લૅન્ડને છ રને પરાજય આપ્યો છે. આ સાથે કુલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બંને દેશો બે-બે મેચમાં જીત મેળવતાની સાથે શ્રેણીનો અંત થયો છે. મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની મહેનતના કારણે ભારતે ઇંગ્લૅન્ડને પરાજય આપ્યો છે. ભારત તરફથી ઇંગ્લૅન્ડ સામેની બીજી ઇનિંગમાં ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી છે. આ સાથે બંને દેશોએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 396 રન નોંધાવ્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન અને બીજી ઇનિંગમાં 367 રન નોંધાવ્યા હતા. 

પાંચમી ટેસ્ટમાં કુલ 3 સદી, 7 અડધી સદી

પાંચમી ટેસ્ટ મેચમાં કુલ ત્રણ સદી નોંધાઈ હતી, જેમાં ભારતીય બેટર યશસ્વી જયસ્વાલે 118 રન, ઇંગ્લૅન્ડના બેટર જો રૂટે 105 રન અને હેરી બ્રૂકે 111 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કરુણ નાયરે 57 રન, આકાશ દીપે 66 રન, રવિન્દ્ર જાડેજાએ 53 રન અને વોશિગ્ટન સુંદરે 53 રન નોંધાવ્યા હતા. જ્યારે ઇંગ્લૅન્ડ તરફથી ફિફ્ટી ફટકારનારા બેટરોમાં ઝેક ક્રોલીએ 64 રન, હેરી બ્રુકે 53 રન, બેન ડુકેટે 54 રન નોંધાવ્યા હતા.

ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગનો સ્કોર

ઝેક ક્રોલી - 14 રન, બેન ડકેટ - 54 રન, ઓલી પોપ - 27 રન, જો રૂટ - 105 રન, હેરી બ્રૂક - 111 રન, જેકોફ બેટરી - 5 રન, જેમી સ્મિથ - 2 રન, જેમી ઓવર્ટન - 2 રન, ગોસ એટ્કીસન - 17 રન, જોસ ટેન્ગો - 0 રન, ક્રિશ વોક્સ - અણનમ 0 રન નોંધાવ્યા છે.

ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ સામે ભારતની બોલિંગ

આકાશ દિપ - 1 વિકેટ, પ્રસિદ્ધ ક્રિષ્ના - 4 વિકેટ, મોહમ્મદ સિરાજ - 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા વિકેટ લેવામાં નિષ્ફળ ગયા છે.

Tags :